રાજકોટ એસટી બસપોર્ટ–ડિવિઝન દ્રારા આજથી વેકેશન એકસ્ટ્રા બસ સેવા શરૂ

  • April 20, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી બસ પોર્ટ અને રાજકોટ એસટી ડિવિઝન દ્રારા આજથી વેકેશન એકસટ્રા બસ સર્વિસ શ કરાઇ છે જેમાં સૌપ્રથમ એકસટ્રા બસ જસદણ–દ્રારકા  ઉપર દોડાવાઇ હતી.વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે શાળા–કોલેજોમાં ઉનાળુ વેકેશન શ થતાની સાથે જ એસટી બસોમાં ટ્રાફિક વધ્યો છે. રાજકોટ એસટી ડિવિઝનના તમામ નવ ડેપો જેમાં રાજકોટ એસટી બસપોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના ડેપોના મેનેજરોને જરિયાત મુજબ એકસટ્રા બસો દોડાવવા સૂચના અપાઇ છે. પ્રારંભિક તબક્કે રાજકોટ એસટી બસ પોર્ટથી ૧૫ એકસટ્રા બસ દોડાવવાનું પ્લાનિંગ છે અને ટ્રાફિક વધશે તેમ બસની સંખ્યા વધશે. ખાસ કરીને મુખ્યત્વે ફરવાલાયક સ્થળો, બસ ફ્રિકવન્સી ઓછી હોય તેવા ટ, ટ્રાફિક વધુ હોય તેવા ટ ઉપર જરિયાત મુજબ તુરતં જ એકસટ્રા બસ મુકાશે. ઉનાળુ વેકેશન શરું  થતાની સાથે જ રાજકોટ એસટી ડિવિઝનની આવકમાં વધારો થયો છે અને દૈનિક આવક .૭૦ લાખે પહોંચી છે. એડવાન્સ બુકિંગ, ગ્રુપ બુકિંગ અને એડવાન્સ રિટર્ન ટિકિટ બુકિંગના પ્રમાણમાં પણ જબરો વધારો થયો છે


કયા કયા રૂટ ઉપર એકસ્ટ્રા બસ દોડાવાશે
દ્રારકા, સોમનાથ, કચ્છ–ભુજ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ, સુરત, વેરાવળ–ઉના–દિવ, ભાવનગર, જામનગર, પોરબંદર, બસ ફ્રિકવન્સી ઓછી હોય તેવા રૂટ, ટ્રાફિક વધુ હોય તેવા તમામ રૂટ ઉપર એકસ્ટ્રા બસ દોડાવાશે

કયા રૂટમાં એડવાન્સ બુકિંગ માટે ધસારો
અમદાવાદ, વડોદરા, સુરત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નાથદ્રારા, ઉદયપુર, શિરડી, નાસિક, અંબાજી, દિવ, દમણ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર રૂટમાં એડવાન્સ બુકિંગ માટે ધસારો





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application