રાજકોટ એસટી બસપોર્ટમાં ઉનાળાના આરંભે જ પાણીનું પરબ બધં થઇ જતા મુસાફર જનતામાં ભારે દેકારો બોલી ગયો છે. વિશેષમાં આ મામલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીેશભાઈ બોરડ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા, જયંતીભાઈ હિરપરાએ આ મામલે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રાજકોટના ઢેબર રોડ પર એસ.ટી બસ પોર્ટમાં ૧૨૦૦થી વધુ બસ અને ૫૦ હજારથી વધુ મુસાફરોની અવર–જવર વચ્ચે બસ પોર્ટના પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચની વચ્ચે જે બસ ઉભી રહે છે તેની સામે જે પાણીનું પરબ છે તે હાલ શોભાના ગાંઠિયા જેવું બની ગયું છે. આ પાણીના પરબના ચાર નળ પૈકી એક પણ નળમાં પાંચેક દિવસથી પાણી આવતું નથી.
હાલ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગયેલ છે ૩૫ ડિગ્રી થી વધુ તાપ પડી રહ્યો છે તે સમયે જ પાણીના પરબમાં પાણી આવતું ન હોવાને પગલે સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોની હાલત કફોડી બની છે. અમારી જાણ મુજબ ટેન્ડરની શરતો મુજબ ઠંડુ પાણી પાવાની જવાબદારી કોન્ટ્રાકટરને બને છે અને પાણી ન આવતું હોય તો કોન્ટ્રાકટર નો કાન આમળવાની જવાબદારી ડેપો મેનેજર ઘનશ્યામભાઈ હરિભાઈ ચગની બને છે. પરંતુ ડેપો મેનેજર એસ.ટી બસ પોર્ટ માં આવીને લટાર મારીને નીકળી જાય છે. મુસાફરોને પડતી હાલાકી અંગે અધિકારીને લેશમાત્ર પરવા નથી જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્રારા ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરી તંત્રને ઢંઢોળવામાં આવે છે. આજે પાણી બધં હોવાની અને ગઈકાલે પણ પાણીનું પરબ બધં હોવાની ફરિયાદ મળતા ગજેન્દ્રસિંહ ઝાલાએ એસટી બસ પોર્ટ પર જઈ ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ અને ટ્રાફિક કંટ્રોલ બ પરબના સ્થાને લઈ જઈ અને નળ ખુલ્લા કરી બતાવેલ કે પાણી કેમ આવતું નથી ? જો પાંચેક દિવસથી આ નળમાં પાણી ન આવતું હોય તો એ ગંભીર બાબત છે. બસ પોર્ટના સીસી ફટેજ મેળવી આ અંગે જવાબદાર ડેપો મેનેજર અને કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા જોઈએ અને દંડનીય કાર્યવાહી પણ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ગુજરાત એસ.ટી એ યારે ભાડા વધારો કરવામાં આવ્યો ત્યારે મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રકચર સાથે સારી સુવિધા મળે તેવા હેતુને આધારે ભાડા વધારો કરવાની છૂટ આપી હતી અને ૨૫% જેવો તોતિંગ ભાડા વધારાને પગલે મુસાફરોને પાણી જેવી સવલતો આપવામાં તત્રં નાકામિયાબ પુરવાર થયું છે. કોન્ટ્રાકટર અને ડેપો મેનેજરની ઘોર બેદરકારી અને લાપરવાહી નો ભોગ નિર્દેાષ મુસાફર જનતા બની રહી છે. તત્રં વાહકો પીવાનું પાણી આપવામાં જવાબદાર અધિકારીઓ નપાણીયા સાબિત થતા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિને લેખિતમાં જણાવે તો પીવાનું પાણી આપવાની સામાજિક સંસ્થાઓને સાથે લઈ અમારી તૈયારી છે તેમ રજૂઆતના અંતમાં જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMજામનગરમાં લગ્નની સિઝનમાં તસ્કરો બન્યા બેફામ
February 22, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech