BREAKING NEWS

સુરેન્દ્રનગર ગુદિયાવાળા ગામની સીમમાંથી ખનીજચોરી પર રાજકોટ રેન્જની ટીમ ત્રાટકી

  • June 20, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરના ધજાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગુદિયાવાળા ગામની સીમમાંથી ગેરકાયદે ખનીજચોરીની પ્રવૃત્તિ પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે અહીંથી ત્રણ હિટાચી, ચાર ડમ્પર સહિત . ૨.૫૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટ રેન્જ આઇ.જી. નિર્લિ રાય દ્રારા રેન્જ હસ્તકના જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા શખસો ઉપર અંકુશ લાવવા તેમજ સરકારી સંપત્તિને નુકસાન કરતા શખસો વિદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને રાજકોટ રેન્જ પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા અને સી.એમ. કાંટેલીયાની ટીમ વર્કઆઉટમાં હતી. દરમિયાન પીએસઆઈ બી.સી. મિયાત્રા તથા તેમની ટીમના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, ફતેસંગભાઈ પરમાર, અતુલભાઇ ડાભી અને ગોવિંદભાઈ ધાંધળને સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ મથક વિસ્તારના ગુદિયાવાળા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં ગભ મોગલ નામના શખ્સ દ્રારા ગેરકાયદે ખનીજ ચોરી થઈ રહી હોય તેવી હકીકત મળી હતી. જેથી રેન્જ આઇ.જી. સ્કોડ ગુદિયાવાળા ગામની સીમમાં ત્રાટકી હતી.
પોલીસે દરોડા દરમિયાન અહીં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. પોલીસે અહીંથી દોઢ કરોડની કિંમતના ત્રણ હિટાચી મશીન, જીજે૧૩એએકસ ૯૭૪૫, જીજે૧૩એએકસ૯૩૮૫ અને જીજે૧૩એ૮૩૦૮ નંબરના ત્રણ ખાલી ડમ્પર તેમજ રોડ ઉપરથી કપચી ભરેલું ડીડી–૧–એકસ–૯૩૫૬ નંબરનું ડમ્પર મળી કુલ . ૨.૫૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અહીંથી ત્રણ ડમ્પરના ચાલકો મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરતા હવે ખનીજ વિભાગે દંડનીય કાર્યવાહી શ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News