રાજકોટ રેન્જ આઇજી ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાની ઝુંબેશ હાથ ધરી અલગ અલગ ગુનામાં ફરાર કુલ છ આરોપીઓની ઝડપી લીધા છે. જેમાં ગુજસીટોકના ગુનામાં ફરાર કાળીયા ગેંગના સાગરીતને ખારચીયા ગામેથી દબોચી લીધો હતો. જયારે આમ્ર્સ એકટ, રાયોટના ગુનામાં ફરાર ચાર આરોપી અને દાના ગુનામાં ફરાર બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર્રભરમાં ઘરફોડ ચોરી અને લૂંટ સહિતના ગુના આચરતી કાળીયા ગેંગ વિદ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયેલ કાળીયા ગેંગના સાગરીત ઈનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી નવલભાઈ ઉર્ફે મુનિભાઈ વાઘેલા ભુર્ગભમાં ઉતરી ગયો હતો. દરમિયાન નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની રેન્જ ડીઆઈજી નિર્લિ રાયની સુચના હેઠળ રેન્જ આઇજી ટીમના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી એન મોરી, બી સી મિયાત્રા અને સી એમ કાંટેલિયાની ટીમ આરોપીયાને પકડી પાડવા વર્કઆઉટમાં હતી. દરમ્યાન દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા અને નિકુલભાઈ પંપાણીયાને મળેલી ચોક્કસ હકીકતના આધારે ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપી ઈનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી નવલભાઇ ઉર્ફે મુનીભાઇ વાઘેલા (રહે. વાસાવડ સાણથલી દરવાજા, ગોંડલ, રાજકોટ)ને ખારચીયા ગામની સીમમાંથી પકડી પાડવામાં આવ્યો હતો
રેન્જ આઈજી ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ બે ગુનામાં ફરાર વધુ પાંચ આરોપીઓને પકડી પાડા હતા. જે પૈકી રેન્જ આઈજી ટીમના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગભાઈ પરમારને મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હથિયાર બતાવી મારામારી, રાયોટ અને એટ્રોસિટી એકટ સહિતના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર આરોપી હેમતં ગોકુળભાઈ અગોલા (રહે.માનપર, મુળી, સુરેન્દ્રનગર)ને વગડીયા રોડ પર આવેલી વાડી ખાતેથી, સુરેશ જાદવભાઈ અગોલા (રહે.માનપર, મુળી સુરેન્દ્રનગર)ને આસુન્દ્રાળી રોડ પર આવેલ વાડી ખાતેથી, જસમત લાભુભાઈ અગોલા (રહે. માનપર, મુળી, સુરેન્દ્રનગર)ને ધોળીયા રોડ પર આવેલ વાડી ખાતેથી અને ગણપત ભાથાભાઈ પનારા(રહે. માનપર, મુળી, સુરેન્દ્રનગર)ને આસુન્દ્રાળી રોડ પર આવેલ વાડી ખાતેથી પકડી પાડી વધુ કાર્યવાહી અર્થે મુળી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
ટીમના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગભાઈ પરમારની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દાના ગુનામાં પકડાઈ ચૂકેલ યારે રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ મથકના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા બુટલેગર આસિફ ઈકબાલભાઈ અબ્બાસી (રહે. ઝેઝરી ગામ, પાટડી, સુરેન્દ્રનગર)ને માલવણ હાઇવે વાસાડવા ગામના પાટીયા પાસેથી પકડી પાડી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી કરવા કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.