BREAKING NEWS

હળવદમાં બ્રાહ્મણી નદીના કાંઠે થતી ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી

  • June 02, 2026 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક ડમ્પર, હિટાચી સહિત રૂા.૮૦ લાખનો મુદ્દામાલ જ કર્યેા, શખસોને ઝડપી કાર્યવાહી કર

રાજકોટ રેંજ ટીમે હળવદ પંથકમાંથી ખનીજ ચોરી ઝડપી લઈને એક ડમ્પર, હિટાચી અને હત્પડકા સહીત  ૮૦ લાખનો મુદામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિ રાય દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લ ાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચનાને પગલે રાજકોટ રેંજના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેકટર પી.એન.મોરી, બી. સી. મીયાત્રા, સી.એમ.કાંટેલીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પંથકમાં બાતમીને આધારે રેડ કરી હતી હળવદના ટીકર ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠેથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી ટીમે એક ડમ્પર, એક હિટાચી અને એક હોડકું મળીને કુલ  ૮૦ લાખનો મુદામાલ જ કરી ખાણ ખનીજ વિભાગની ટીમને જાણ કરી મુદામાલ હળવદ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application