BREAKING NEWS

ગેરકાયદેસર ખનીજ માફિયાઓ સામે રાજકોટ રેન્જ પોલીસનો સપાટો

  • June 01, 2026 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેન્જ પોલીસ દ્રારા ગેરકાયદેસર ખનીજના વહન સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન જામનગર જિલ્લ ાના શેઠવડાળા પોલીસ મથક વિસ્તારમાંથી ગેરકાયદેસર લાઇમ સ્ટોન ભરીને લઈ જતાં ત્રણ ડમ્પર ઝડપી પાડી કુલ . ૭૫ લાખનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિ રાય (આઈ.પી.એસ.)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના જિલ્લ ાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ સરકારી ખનીજ સંપત્તિની ચોરી અને બિનઅધિકૃત ખનન સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેકટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા બાતમીદારોના જાળાની મદદથી સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી.
દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેકટર સી.એમ. કાંટેલિયા તથા તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર જિલ્લ ાના શેઠવડાળા પોલીસ મથક વિસ્તારના ભોજાબેડી ગામ તરફ જતાં માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે લાઇમ સ્ટોન ભરીને લઈ જતાં ત્રણ ડમ્પરોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં જી.જે.–૧૦–એ.ટી.–૬૬૨૩ નંબરના ડમ્પરમાંથી અંદાજે ૨૩.૧૫ મેટિ્રક ટન, જી.જે.–૧૦–એ.ટી.–૬૬૨૪ નંબરના ડમ્પરમાંથી ૨૫.૧૨ મેટિ્રક ટન તથા જી.જે.–૧૦–એ.ટી.–૬૬૨૫ નંબરના ડમ્પરમાંથી ૨૨.૯૯ મેટિ્રક ટન લાઇમ સ્ટોનનું બિનઅધિકૃત વહન થતું હોવાનું સામે આવ્યું હતું.
ત્રણેય ડમ્પરોની કિંમત અંદાજે . ૨૫ લાખ પ્રમાણે કુલ . ૭૫ લાખનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી જરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેકટર સી.એમ. કાંટેલિયા, સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, કમલેશભાઈ રબારી, મીતેશભાઈ પટેલ તથા વાહનચાલક ધર્મેન્દ્રસિંહ જાડેજાના સંયુકત પ્રયાસોથી સફળ બની હતી.
જ કરાયેલ મુદ્દામાલ તથા વાહનોને આગળની કાર્યવાહી માટે શેઠવડાળા પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application