આજરોજ ખંભાળીયા ખાતે પરેડ યોજાય: આઈજીનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાર્ષિક તપાસણી કાર્યક્રમ
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ વાર્ષિક તપાસણી કાર્યક્રમ અર્થે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે આવ્યા છે..આ વાર્ષિક કાર્યક્રમમાં આઈજી અશોકકુમાર યાદવ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા કલ્યાણપુર પોલીસ સ્ટેશનનું આજે નોટરીડિંગ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા.
ત્યારબાદ જિલ્લા પોલીસ કચેરી ખંભાળિયા ખાતે દરિયાકાંઠા વિસ્તારના ગામના સરપંચો તેમજ આગેવાનો સાથે આંતરિક સુરક્ષા બાબતે મીટીંગ યોજી હતી. ત્યારબાદ માછીમારો, બોટ એસોસિએશન હોદ્દેદારો અને ફેરીમાં સર્વિસના માલિકો સાથે તથા સ્થાનિક આગેવાનો અને ત્યારબાદ જિલ્લા પંચાયત, પાલિકાના આગેવાનો અને સ્થાનિક આગેવાનોએ પ્રતિષ્ઠિત આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. તેમજ દ્વારકા મંદિર સુરક્ષા અંગે બેઠક યોજાઇ હતી.
આજરોજ સવારે ખંભાળીયા પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ યોજાય હતી. તદઉપરાંત વિવિધ પોલીસ શાખાઓનું નોટ રીડિંગ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ રેકોર્ડ, પોલીસ સ્ટેશન સફાઈ તેમજ વિવિધ પ્રકારની તપાસણી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમ્યાન જિલ્લા એસ.પી. નિતેશકુમાર પાંડેય સહિત ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, પી.આઈ. સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે વહેલી સવારે સેરેમેનિલ પરેડ ઉપરાંત સ્કવોડ ડ્રિલ, પી.ટી. રાયફલ, પી.ટી., લગ પીટી, મેડિસન પી.ટી. હથિયાર ટ્રેનિંગ, ગાડ અને એસ્કોર્ટ ડ્યુટી શહીત પરેડ ની તમામ આઈટમો ત્યારબાદ પર્સનલ ઇન્ટરવ્યૂ, નોટ રીડિંગ સહિત ક્રાઈમ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ઇન્દિરા કોલોનીમાં સર્વજન દલિત સમાજની જગ્યાનો ઉકેલ કરવા મનપા મેયરને રજૂઆત
January 10, 2025 05:53 PMફ્લાઈટમાં ટ્રેન જેવો માહોલ, પેસેન્જરે ટ્રેનના ચા વિક્રેતાની જેમ પ્લેનમાં ચા પીરસી
January 10, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech