રાજકોટ- આર.ટી.ઓ. ખાતે આવતીકાલે વાહન માટેનો ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક રહેશે બંધ

  • October 03, 2024 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ આર.ટી.ઓ. ખાતે આવતીકાલે વાહન માટેનો ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. આરટીઓ ખાતે કાર્યરત ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો માટેનો ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેકનિકલ કારણોસર બંધ રહેશે.


વિગતવાર વાત કરીએ તો આર.ટી.ઓ. રાજકોટ ખાતે કાર્યરત ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો માટેનો ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેકનિકલ કારણોસર આવતીકાલે તા.૪/૧૦/૨૦૨૪  ના રોજ બંધ રહેશે. જે અરજદારોએ ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહન માટે ટેસ્ટ ટ્રેકની અપોઈન્ટમેન્ટ લીધેલ છે તેમની એપોઇન્ટમેન્ટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટ દ્વારા રીસીડ્યુલ કરી આપવામાં આવશે, જેની રાજકોટ જિલ્લાની મોટરિંગ પબ્લિકને નોંધ લેવા તેમજ સહકાર આપવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application