રાજકોટ : ઇશ્વરીયા પાર્ક ખાતેના મેળામાં પાર્કીંગ પ્લોટ માટેની જાહેર હરરાજી યોજાશે

  • August 24, 2023 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકમેળા સમિતિ, રાજકોટ દ્વારા વેલી ઓફ વાઇલ્ડ ફ્લાવર, હીલ ગાર્ડન, ઈશ્વરીયા પાર્ક, માધાપર, રાજકોટ ખાતે તા.૦૫/૦૯/૨૦૨૩થી ૦૯/૦૯/૨૦૨૩ સુધી મેળો યોજાનાર છે. જેમાં પાર્કીંગ માટેની જગ્યા ભાડેથી આપવાનું નકકી થયેલી છે, જેની જાહેર હરરાજી કરવામાં આવશે. આ હરરાજીમાં રસ ધરાવનાર પાર્ટીએ અનામત પેટેની રકમ રૂ.૧૦,૦૦૦/- ના અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર, રાજકોટ શહેર-૧ ના નામના ચેક સાથે તા.૨૮/૦૮/૨૩ ના રોજ ૧૨-૦૦ કલાકે મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા, જુની કલેકટર કચેરી, રાજકોટ ખાતે હાજર થવાનુ રહેશે. 
           


આ જાહેર હરરાજીમાં કાર પાર્કીંગ ફી રૂ.૩૦, મોટર સાઇકલ પાર્કીંગ ફી રૂ.૧૦ લેવાની રહેશે. તા.૦૫/૦૯/૨૩ થી તા.૦૯/૦૯/૨૩ એમ ૫-દિવસની અપસેટ પ્રાઇઝ રૂ.૭૫,૦૦૦/- અંકે રૂપિયા પંચોતેર હજાર પુરા રહેશે. શરતો હરરાજી સમયે વાંચી સંભળાવવામા આવશે અને તેને આધીન રહીને હરરાજીની કાર્યવાહી કરવામા આવશે. તેમ રાજકોટ તાલુકા મામલતદારની યાદીમાં જણાવાયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application