રાજકોટ પોલીસમાં PCB આવશે પાવરમાં, DCBનું કદ કપાશે

  • August 20, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર પોલીસ બેડામાં બદલાવ આવી રહ્યાના ભણકારા વાગી રહ્યા છે. રાયના અન્ય શહેરો અમદાવાદ, સુરત અને વડોદરાની માફક હવે રાજકોટમાં પણ પીસીબીને પાવરમાં લાવવાની હિલચાલ આરંભાઈ હોવાની વાતો ચાલે છે. જો આવું બનશે તો અત્યાર સુધી મધ્યાને સુરજ કે જેની હાંક વાગતી એ ડીસીબી ક્રાઈમ બ્રાંચનું કદ કપાશે, વજન ઘટશે ? ક્રાઈમ બ્રાંચના વહીવટોની પાંખો પીસીબીને પહેરાવવામાં આવશે. મુખ્ય વહીવટો પીસીબી હસ્તગત થશે. ક્રાઈમ બ્રાંચને ગુના ભેદવા તરફ દોડવાનું રહેશે એવો આંતરીક ગણગણાટ કે ચર્ચા ચાલવા લાગી હોવાનું જાણવા મળે છે.
અન્ય ત્રણ મોટા શહેરોમાં મુખ્ય વહીવટો, રેઈડો કે આવી કામગીરી પીસીબી (પ્રિવેન્સન ક્રાઈમ બ્રાંચ) દ્રારા કરાતી હોય છે. પીસીબીની સ્ટ્રેન્થ (સ્ટાફ ટીમ) પણ ત્રણેય શહેરોમાં મોટી છે. પીસીબી ફિલ્ડ વર્ક કરે છે. રસ્તા પર દોડતી રહે એકટીવ હોય છે. અન્ય શહેરોમાં ધંધાર્થીઓ, ગુનેગારોથી લઈ સામાન્ય જન સુધીમાં પીસીબી (ગુના નિવારણ શાખા)નો જ દબદબો કે ઓળખ છે. ત્યાં ડીસીબી જ પીસીબીનો પાવર વધુ રહેતો હોવાની પણ ચર્ચા છે.
જયારે રાજકોટ શહેરમાં ઉલ્ટુ છે, અહીં ડીસીબી (ક્રાઈમ બ્રાંચ) જ વન મેન આર્મી જેવી છે. વહીવટોથી લઈ ડીટેકશન પાવર પોઈન્ટ ક્રાઈમ બ્રાંચ (ડીસીબી)નો છે. અહીં ગુનેગારોમાં ઓળખ પણ ડીસીબીની છે. પીસીબીનું કામ અને પહેચાન સીમીત જેવી છે. ફિલ્ડમાં કે નગરજનોમાં પીસીબીની કોઈ ઓળખ કે એવી પકકડ કે ધાક નથી કે ખાસ ગોઠવણો, વહીવટો પણ નહીં હોય એ પણ લાગતા વળગતા કે સિમિત જેવા હશેની ચર્ચા છે.
રાજકોટ શહેર પોલીસ બેડામાં પોલીસ મથકો તેમજ અન્યત્ર બ્રાંચોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, અધિકારીઓને પીસીબી, ડીસીબી, એસઓજી, ઈઓડબલ્યુ કે આવી શાખાઓમાં ફરજ પર આવવાની ખેવના હોય તો તેઓએ પોતાના છેલ્લ ા છ માસના કામગીરી પત્રક સાથે અરજી કરવાની રહેશે. આવો એક મેસેજ પણ શહેર પોલીસમાં અપાયો છે અને મહત્વની બ્રાંચમાં આવવા ઈચ્છુકોને પુરતા પેરામીટર સાથે અરજી આપવાની તક અપાઈ છે. જેને લઈને અત્યાર સુધી જેઓ પોલીસ સ્ટેશનોમાં કામગીરી કરતા હતા પરંતુ કોઈને કોઈ કારણોસર આ મહત્વની બ્રાંચોમાં આવવાનો મોકો મળતો ન હતો તેઓ માટે દરવાજા ખુલવાનો મોકો મળશે.
રાજકોટ શહેરમાં ક્રાઈમ બ્રાંચની બદલે પીસીબીને પાવરમાં લાવવાની હીલચાલ અમલમાં આવશે તો ચોકકસપણે ક્રાઈમ બ્રાંચની કામગીરીના વહીવટના ભાગ પડશે. જો અન્ય ત્રણ શહેરોની માફક પીસીબીને જ ફીલ્ડથી લઈ વહીવટો સુધી ફત્પલ એકટીવ કરવામાં આવશે તો ડીસીબી કદાચ કદ પ્રમાણે વેતરાશે અને પાંખો કપાશે તેવી આંતરીક ચર્ચા સાથે ગણગણાટ પણ ચાલતો હશે. અત્યારે ઉપરોકત બધુ પોલીસ બેડા કે પોલીસ સાથે સંકળાયેલા વર્તુળોમાં ચર્ચારૂપ છે. જયારે અમલમાં મુકાય ત્યારે ખરૂ ગણી શકાય


તો ડીસીબી તરફ દોટ ઘટશે અને પીસીબી માટે લાઈન લાગશે
પોલીસ બેડામાં ભરતી થનાર એલઆર, કોન્સ્ટેબલથી લઈ અધિકારી સુધીનાઓનું શહેર–જિલ્લ ા કક્ષાએ ફરજ દરમિયાન ડીસીબી, એલસીબી, એસઓજી કે આવી મહત્વની શાખાઓમાં પહોંચવાનું, ફરજ બજાવવાનું સ્વપ્નું હોય છે. રાજકોટ શહેરમાં ડીસીબી, એસઓજી અને હવે છેલ્લ ા થોડા વર્ષથી સાઈબર ક્રાઈમમાં પણ સારૂ એવું નામ અને (.....) મળતા હોવાથી આ બન્ને બ્રાંચમાં જવા માટે જવાનો અને અધિકારીઓ તલપાપડ હોય છે. હવે જો પીસીબીનો સુરજ ઉગશે તો ડીસીબીનું વજન ઘટશે અને ડીસીબીમાં જવા તરફની દોટ પણ ઘટશે. પીસીબીમાં પહોંચવાની લાઈન લાગશે


રાજકોટ સિટીમાં પીસીબી અત્યાર સુધી પાસા પુરતી
રાજકોટ શહેર પોલીસમાં પીસીબીની ઓળખ ગુનેગારોથી લઈ કાયદાના જાણકારો અને કોમનમેન સુધીમાં એક જ છે કે, પીસીબી ગુનાઓ રોકવા કે ગુનેગારોને સુધારવાની સજારૂપ પાસાનું કામકાજ સંભાળે છે. કોઈ પોલીસ મથકોમાંથી ગુનેગારોને પાસામાં મોકલવાની દરખાસ્તો, કાગળો તૈયાર કરીને મોકલવામાં આવે અથવા તો પીસીબી દ્રારા આવા કાગળો તૈયાર કરીને પીસીબી મારફતે પોલીસ કમિશનરની મંજુરી અર્થે મુકવામાં આવે છે અને પાસાનું વોરટં ઈસ્યુ કરવા, કરાવવા સુધીનું સીમીત કામ પીસીબીનું છે એવી એક છાપ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application