રાજકોટ : નાનામૌવામાં શાસ્ત્રીનગરમાં ટીપી કપાતનો વિરોધ, સોસાયટીના રહીશોનો મનપા કચેરીએ દેખાવો

  • February 20, 2023 06:28 PM 

રાજકોટના નાનામવા મેઈન રોડ પર આવેલી શાસ્ત્રીનગર સોસાયટીમાં અચાનક જ મનપાએ ડીમોલિશનની નોટિસ ફટકારી છે. આ સોસાયટીમાં 48 મકાનો આવેલા છે. એકાએક ડિમોલિશ કરવાની નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠયો છે. જેને લઇને આજે સ્થાનિકો મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે દોડી આવ્યા હતા અને 'MLA, ધારાસભ્ય ક્યાં'ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ આજકાલ સાથેની વાતચીતમાં સ્થાનિકે કહ્યું હતું કે, અમને રાજકોટ કોર્પોરેશને બે દિવસ પહેલા  04-05-2022ની વર્ષની જૂની નોટિસ ફટકારવામાં આવી છે. અમે એક વર્ષ પહેલા જ તેનો જવાબ દઈ દીધો હતો છતાં પણ મનપાને ડિમોલિશન કરવું છે.


પ્રાપ્ત થતી વિગત અનુસાર, નાનામૌવા નજીકનાં શાસ્ત્રીનગરમાં રહેતા લોકો મનપા કચેરીએ પહોંચ્યા હતા. અને 'વોર્ડ નં-11નાં કોર્પોરેટરો-ધારાસભ્યો ક્યાં ખોવાયા?' 'શાસ્ત્રીનગરમાં કોર્પોરેટરો- ધારાસભ્યની ગ્રાંટ નહીં વાપરી અન્યાય કરાયો છે' તેમજ સોસાયટી ખોલતા બહેન દીકરીઓની સલામતીને જોખમ' સહિતનાં વિવિધ બેનરો સાથે ટીપી કપાત મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલને રજુઆતો કરી હતી. જેમાં ટીપી કપાતને કારણે 6 હજાર જેટલા પરિવારોને અસર થવાની શક્યતા હોય આ નિર્ણય પરત લેવાની માંગ કરી હતી. તેમજ આ મામલે સોસાયટી દ્વારા કાયદાકીય લડત આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
​​​​​​​

આ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, આજે નાનામૌવાની શાસ્ત્રીનાગર સોસાયટીનાં રહેવાસી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં આલાપ ગ્રીન સીટી સોસાયટી માટેનો ઠરાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે સોસાયટીનાં લોકોનું હિત જળવાય તેમજ કોર્પોરેશનના નિયમોનો પણ ભંગ ન થાય તેવો કોઈ વચલો રસ્તો કાઢવાનો પ્રયાસ કરીશું. હાલ તો આ અંગે કંઈપણ કહેવું વહેલું છે. પરંતુ સમગ્ર ટીપી સ્કીમનો અભ્યાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાની ખાતરી પણ તેઓએ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application