રાજકોટ મનપાની ફાયર બ્રિગેડમાં ભરતી તા.૩થી ૭ માર્ચ દરમિયાન પ્રેકિટકલ પરીક્ષા

  • March 02, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૩ થી ૭ માર્ચ દરમ્યાન ફાયર બ્રિગેડમાં ભરતી માટેની પ્રેકટીકલ પરીક્ષા યોજાશે અને કોલ લેટર ઉમેદવારોએ મહાપાલિકાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગની ખાલી પડેલ ફાયર ઓપરેટર(પુષ)ની ૬૪ જગ્યાઓ ભરવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઈન માધ્યમ દ્રારા અરજીઓ મંગાવવામાં આવેલ હતી. જેમાં આવેલ અરજીઓ અન્વયેના ઉમેદવારોની પ્રેકટીકલ ટેસ્ટનુ આયોજન આગામી તા.૦૩૦૩૨૦૨૪ થી તા.૦૭૦૩૨૦૨૪ દરમિયાન કરવામાં આવેલ છે.
ફાયર ઓપરેટર(પુષ)ની પ્રેકટીકલ ટેસ્ટ કોઠારીયા રોડ ખાતેના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં દૈનિક કુલ–૪૦૦ ઉમેદવારોના પ્રેકટીકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવેલ, તા.૩૩૨૦૨૪ થી તા.૦૭૦૩૨૦૨૪ દરમ્યાન સ્લોટ મુજબના લગત ઉમેદવારોને પ્રેકટીકલ ટેસ્ટમાં હાજર રહેવા મોબાઈલ મેસેજ મારફત જાણ કરી કોલલેટર ડાઉનલોડ કરવા જણાવેલ છે. પ્રેકટીકલ ટેસ્ટની વિશેષ માહિતી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ઠઠઠ.છખઈ.ઋઘટ.ઈંગ પર મુકવામાં આવેલ છે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા અધિકારી સૂત્રોએ જણાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application