રાજકોટ મનપા પાંચ વાગ્યા સુધી વેરો સ્વીકારશે: આજથી અમલ

  • April 21, 2025 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે મિલ્કતવેરા તથા પાણી વેરો તા.૨૧-૪-૨૦૨૫થી તા.૩૧-૫-૨૦૨૫ સુધી વેરો સાંજે પાંચ વાગ્યા સુધી સ્વીકારાશે.જેની નોંધ લેવા તમામ શહેરીજનોને મહાપાલિકાએ અનુરોધ કર્યો છે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ વેરા વળતર યોજના અમલી હોય ઉનાળાના ધોમ ધખતા તાપ વચ્ચે પણ એડવાન્સ વેરો ભરપાઇ કરી વળતર મેળવવા નાગરિકોનો સતત ધસારો રહે છે આથી વેરો સ્વીકારવાનો સમય લંબાવી સાંજે પાંચ વાગ્યા સુધીનો કરાયો છે. ઓનલાઇન વેરો સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ છે જ તેમ છતાં અનેક નાગરિકો રોકડેથી અથવા તો ચેકથી પેમેન્ટ કરતા હોય તેમના માટે વેરો સ્વીકારવાનો સમય લંબાવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application