રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ વાર્ષિક રૂ.૪૧૦ કરોડની મિલ્કતવેરા વસુલતનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે આજથી આગામી તા.૩૧ માર્ચ સુધી શનિ, રવિ તેમજ જાહેર રજાઓના દિવસોમાં રાબેતા મુજબ કાર્યરત રહેશે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ના તથા અત્યાર સુધીના બાકી રહેલા મિલકત વેરાની રકમ વસુલવાની કામગીરી શરૂ છે. આથી રાજકોટના નાગરિકોને સુવિધા પૂરી પાડવા માટે તમામ વોર્ડ-ઓફીસ, તમામ સિવિક સેન્ટરો, તથા ત્રણેય ઝોનની વેરા-વસુલાતની શાખા રજાના દિવસો (તા.૨૨, ૨૩, ૩૦ અને, ૩૧ માર્ચ) દરમિયાન પણ કાર્યરત રહેશે. નાગરિકો પોતાના ઘર વેરો, પાણી વેરો, તથા અન્ય તમામ પ્રકારના કરવેરા ચકાસવા અને ભરપાઇ કરવા માટે રજા દરમિયાન પણ આવી ઓફિસનો લાભ લઇ શકે છે. ઓફીસના કામકાજના સમયગાળા સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન નાગરિકોને સુવિધા ઉપલબ્ધ રહેશે. નાગરિકોને સમયસર કરવેરા ભરવા માટે અનુરોધ કરાયો છે જેથી તેઓ વધારાના વ્યાજ ભરવાથી તેમજ મિલકત જપ્તિ અને મિલકત સિલિંગ, મિલકતની હરરાજી જેવી શિક્ષાત્મક કાર્યવાહીથી બચી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનીઓ સામે ગુજરાત સરકાર એક્શન મોડમાં, તાત્કાલિક રાજ્ય છોડવા આપ્યો આદેશ
April 25, 2025 03:01 PMપહેલગામમાં આતંકી હુમલાની ઘટના વચ્ચે રાજકોટ એનએસજી દ્વારા ખાસ ટ્રેનિગ અપાઇ
April 25, 2025 02:53 PM'અમે ત્રણ દાયકા સુધી યુએસ અને પશ્ચિમી દેશોમાટે આતંકી સંગઠનોને ટેકો આપ્યો: પાકિસ્તાન
April 25, 2025 02:47 PMનર્સિંગ પરિક્ષાના મુદ્દે હાઇકોર્ટેની સરકારને રાહત, ભરતી પ્રક્રિયા રોકવાની માંગ ફગાવી
April 25, 2025 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech