દેશનાં અગ્રણી અખબાર ધ ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા દર વર્ષે જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી અંગે સમગ્ર ભારતમાંથી પ્રોજેક્ટ મંગાવવામાં આવે છે અને આ પ્રોજેક્ટનું મુલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવે છે. ચાલુ વર્ષ-૨૦૨૫માં રાજકોટ મહાનગરપાલિકાને ETGovernmentDigiTech Award 2025 એવોર્ડ એનાયત થયેલ છે. આ એવોર્ડ AI enabled Smart Hawking System @ Rajkot of Rajkot Municipal Corporation પ્રોજેક્ટને (Gold)-Best Smart City and Urban Development Initiatives Categoryમાં પ્રાપ્ત થયો છે, તેમ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું.
જ્યૂરી દ્વારા પુખ્ત ચકાસણીને અંતે મહાપાલિકાની પસંદગી કરવામાં આવેલ છે અને તા.૧૮-૩-૨૦૨૫નાં રોજ નવી દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા તરફથી રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ.ના ડેપ્યુટી જનરલ મેનેજર રવિ પરમારએ નવી દિલ્હી ખાતે એવોર્ડ સ્વીકાર્યો હતો.
રાજકોટ સીટી ખાતે વિવિધ હોકર્સ ઝોનમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ કેમેરાનો પ્રોજેક્ટ સ્માર્ટ સિટી અંતર્ગત અમલમાં મુકેલ છે. જેનો મુખ્યત્વે હેતુ કેમેરા દ્વારા અનઅધિકૃત એરીયા પર કોઈ ફેરિયાઓ, શાકભાજી વાળા, લારીવાળા વગેરે હોકર્સ જોવામાં આવે તો તેનું એલર્ટ કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. જેમાં કેમેરામાં વર્ચ્યુઅલ લૂપ બનાવવામાં આવેલી હોય છે. જેના દ્વારા જો અનઅધિકૃત એરીયા પર હોકર્સ જોવામાં આવે તો તે કેમેરામાં જોઈ શકાય છે તથા તેનું અલર્ટ સ્માર્ટ હોકિંગ એપ્લિકેશન પર જોઈ શકાય છે. સ્માર્ટ હોકિંગની વેબ અને મોબાઇલ એપ્લિકેશન પણ ડેવલપ કરેલ છે જેનો ઉપયોગ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા કરે છે. જો કોઈ એલર્ટ આવે તો તે મોબાઇલ એપ્લિકેશન તથા વેબએપ્લિકેશન પર આવી જાય છે. જે તે એરિયામાં એલર્ટ આવેલ હોય ત્યાં દબાણ હટાવ શાખા અનઅધિકૃત દબાણ દૂર કરે છે જેથી કરીને જે એલર્ટ આવેલ હોય તે દૂર થઈ જાય છે. રાજકોટ સીટી ખાતે કુલ-૨૫ હોકર્સ ઝોન લોકેશન પર ટોટલ-૫૦ કેમેરાનું ઇમ્પલિમેન્ટેશન થયેલ છે. જેનો મુખ્યત્વે હેતુ અનઅધિકૃત દબાણ દૂર કરવા માટે અને ટ્રાફીકની સમસ્યા નિવારવા માટે થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના હાથલા સ્થિત શનિ મંદિરે શનિવાર સાથે અમાસનો સંયોગની ધામધૂમપૂર્વક થતી ઉજવણી
March 31, 2025 12:14 PMસલાયા: ચૈત્રી નવરાત્રીની દીપ પ્રાગટ્ય દ્વારા કરાતી વિધિવત શરૂઆત
March 31, 2025 12:06 PMહળવદ : 10 પાડાઓને કતલખાને ધકેલાઈ એ પહેલા બચાવી લેવાયા
March 31, 2025 12:03 PMમલાઈકા કુમાર સંગાકારાને ડેટ કરી રહી હોવાની જોરદાર ચર્ચા
March 31, 2025 12:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech