રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે પશુપાલકો અને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ આવતીકાલથી લાગુ પડશે. હવે દૂધ મંડળીઓને કિલો ફેટે 780 રૂપિયા ચૂકવવામાં આવશે. આ ભાવ વધારાનો ફાયદો રાજકોટ 50 હજારથી વધુ દૂધ ઉત્પાદકોને થશે. આ અંગેનો રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા પરિપત્ર બહાર પાડ્યો છે.
જાણો પરિપત્રમાં શું લખ્યું છે
પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. હાલની ઉનાળાની શરૂઆત થતા અને ગરમીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાના ઉદ્દેશથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ 780 કરવા નિર્ણય કર્યો છે.
હાલ પ્રતિ કિલો ફેટે ભાવ 770 રૂપિયા
અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ 770 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યો છે. દૂધ સંઘ દ્વારા તા.1/3/2025 એટલે કે આવતીકાલથી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે 780 રૂપિયા ચૂકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ 775 રૂપિયા ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50 હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહેરાત દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા તરફથી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech