રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં તા.25-5-2024ને શનિવારની સાંજે સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકો બળીને ભડથું થઈ ગયાના શોકમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીમાં થયેલા ભાજપ્ના ભવ્ય વિજયની ઉજવણી પણ કરવામાં આવી ન હતી. મૃતકોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારોને સાંત્વના આપવા માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતી. અગ્નિકાંડને હજુ એક મહિનો પણ પૂર્ણ થયો નથી ત્યાં જ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા બ્રાઝિલના વિદેશ પ્રવાસે જવા આતુર બન્યા છે. જાહેર જીવનમાં એક કહેવત સુપ્રસિદ્ધ છે કે રોમ ભડકે બળે અને નિરો ફીડલ વગાડે આ કહેવતને રાજકોટના મેયરએ સાર્થક કરી બતાવી છે.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા સાઉથ એશિયામાં કાર્યરત ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઈક્લીના આમંત્રણને માન આપીને સંસ્થા દ્વારા બ્રાઝિલમાં યોજાનાર પાંચ દિવસીય કોન્ફરન્સમાં હાજરી આપવા માટે રવાના થનાર છે. તા.17થી 22 જૂન સુધી આ કોન્ફરન્સ યોજાનાર હોય મેયર પાંચ દિવસ સુધી ત્યાં હાજરી આપશે.
અગ્નિકાંડ બાદ ભાજપ દ્વારા રાજકોટ શહેર ભાજપ કાયર્લિય કમલમ્ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને તેમાં એવા મતલબની જાહેરાત કરાઈ હતી કે લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ્ના ઉમેદવારો વિજેતા થશે તો પણ અગ્નિકાંડના મૃતકોના શોકમાં વિજય સરઘસ યોજવામાં નહીં આવે કે કોઈપણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે. આ પ્રેસ કોન્ફરન્સ વેળાએ તેમાં મેયર નયનાબેન પેઢડિયા પણ ઉપસ્થિત હતા. દરમિયાન પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ તેમને અગ્નિકાંડ વિશે પ્રશ્ર્નો પૂછતા મેયર નયનાબેન પેઢડિયાએ પત્રકારોને જવાબ આપવાના બદલે કમલમ્ ખાતેથી ચાલતી પકડી હતી. આ મામલો પણ ભારે ચચર્સ્પિદ અને ટીકાપાત્ર બન્યો હતો. જ્યારે હવે તેઓ અગ્નિકાંડનો શોક પાળવાના બદલે વિદેશ પ્રવાસે જવા તૈયાર થતા આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech