રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી આ બે ટ્રેન કરાઈ રદ્દ…

  • March 12, 2023 05:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

આવતીકાલે એટલે કે 12 માર્ચના રોજ બે ટ્રેન રદ્દ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-વેરાવળ અને વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને રદ્દ કરી દેવામાં આવી છે. વિરમગામ-વણી રોડ સ્ટેશનો વચ્ચે રેલવે ક્રોસિંગ ગેટ નંબર 1 પર રોડ ઓવરબ્રિજના નિર્માણ માટે સ્ટીલ ગર્ડર લોંચિંગ માટે બ્લોકની કામગીરીને લઈને રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેન રદ્દ કરવામાં આવી છે.


પશ્ચિમ રેલવેના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં આવેલા વિરમગામ-વણી રોડ સ્ટેશનો વચ્ચે રેલવે ક્રોસિંગ ગેટ નંબર 1 પર રોડ ઓવરબ્રિજના નિર્માણ માટે સ્ટીલ ગર્ડર લોંચિંગ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનો રદ રહેશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-


રદ કરાયેલી ટ્રેનોની વિગત

1.  ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ 12 માર્ચ, 2023 ના રોજ રદ રહેશે.

2.  ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 12 માર્ચ, 2023 ના રોજ રદ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application