પશ્ચિમ રેલવે દ્રારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ–લાલકુઆં સાાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર લંબાવવામાં આવેલા ફેરાઓમાં ટ્રેન સંખ્યા ૦૫૦૪૬૦૫૦૪૫ રાજકોટ–લાલકુઆ ફેસ્ટિવલ સ્પેશિયલ (સાાહિક) જેના ૧૧–૧૧ ફેર, ટ્રેન સંખ્યા ૦૫૦૪૬ રાજકોટ–લાલકુઆ સ્પેશિયલને ૨૦ જુલાઈથી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા ૦૫૦૪૫ લાલકુઆં–રાજકોટ સ્પેશિયલને ૧૯ જુલાઈથી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન સંખ્યા ૦૫૦૪૬ના લંબાવવામાં આવેલા ફેરાઓનું બુકિંગ ૧૧ જુલાઈ, ૨૦૨૬થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને .યક્ષીિશુિ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લઈ શકે છે