રાજકોટ : આજી ડેમમાં ગેરકાયદેસર ઝાળ બિછાવી ખૂલ્લેઆમ માછલીઓ પકડી વેંચાણ કરાતું હોવાનો પર્દાફાશ

  • September 02, 2023 01:35 PM 

રાજકોટ ભાજપ શાસિત મ.ન.પા.ના શાસકોની ઘોર બેદરકારી કારણે હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં શહેરના આજી ડેમમાં માથાભારે શખ્સો દ્વારા માછલીઓ પકડવા માટે ઝાળ બિછાવી ખૂલ્લેઆમ માછલીઓ પકડી વેંચાણ કરવામા આવતું હોવા છતા પ્રજાના ટેક્ષના કરોડ રૂપીયાના ખર્ચે ભાજપની ભાગીદારીથી ચાલતી સિકયુરીટી એજન્સીઓ અને વિજીલન્સ સ્ટાફને આવી ગંભીર ઘટના ધ્યાન ઉપર આવતી નથી. ત્યારે એક જાગૃત નાગરિક એડવોકેટ ધર્મેન્દ્રસિંહ વાઘેલા માછલીઓને ખોરાક નાખવા જતા આ ઘટના ધ્યાન ઉપર આવતા મનપાના જવાબદારોને ફોન કરતા ફોન નો રિપલાય થયા હતા. આ અંગે કમિશ્નરને ફોટોગ્રાફ મોકલાવામાં આવ્યા અને મ.ન પા ના પૂર્વ વિપક્ષ નેતા ગાયત્રીબા વાઘેલાને પણ વિગત મોકલવામાં આવી અને રજુઆત કરી ત્યારે તંત્ર હરકતમ આવી કાર્યવિહી કરી હતી.  
       

આ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ, સુરક્ષા એજન્સીઓ અને વિજીલન્સ સ્ટાફની જવાબદારી પણ ફીક્સ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કોંગ્રેસના ગાયત્રીબા દ્વારા કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application