ગેઝેટમાં પ્રસિધ્ધિની ઉતાવળ હોય તો રૂા.૨,૫૦૦ દેવા પડશે: ફેરફાર માટે રૂા.૨૦૦ના ૩૦૦ કરાયા
પાસપોર્ટ સહિતની કામગીરી માટે નામ, અટક, જન્મ તારીખમાં લોકો મોટા પ્રમાણમાં ફેરફાર કરતાં હોય છે. પરંતુ હવે આ પ્રકારના ફેરફારો કરવાનું મોંઘુ બનશે. આ પ્રકારની કામગીરી સમગ્ર રાયમાં એકમાત્ર રાજકોટ ખાતે આવેલા સરકારી પ્રેસમાં થતી હોય છે અને સરકારી પ્રેસે તેના વર્તમાન ચાર્જમાં વધારો કર્યેા છે.
સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ગાંધીનગર કચેરી હસ્તકના રાજકોટના સરકારી પ્રેસમાં અત્યાર સુધી નામ અટક જન્મ તારીખ સુધારવા માટે પિયા ૨૦૦ ની ફી નક્કી કરવામાં આવી છે. પરંતુ હવે આ રજીસ્ટ્રેશન ફીમાં પિયા ૧૦૦ નો વધારો કરવામાં આવ્યો છે.
નામ અટક અને જન્મ તારીખના ફેરફારની આવેલી અરજીઓ પરત્વે નિર્ણય લેવાય પછી દર ગુવારે પ્રસિદ્ધ થતા ગેજેટમાં તેને સ્થાન આપવામાં આવતું હોય છે. જો અરજદાર નિયમિત રીતે ગુવારે પ્રસિદ્ધ થતા ગેઝેટમાં આ ફેરફાર પ્રસિદ્ધ કરાવવા માંગતા હશે તો તેમની પાસેથી પિયા ૧૦૦૦ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવશે. પરંતુ જો ઉતાવળ હોય તો આવા કિસ્સામાં . ૨,૫૦૦ રજીસ્ટ્રેશન ફી લઈને ત્રણ દિવસમાં અસાધારણ ગેજેટમાં તેની પ્રસિધ્ધિ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech