રાજકોટ: ધોરાજીના કલાણા ગામમાં ધોધમાર 4 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

  • May 06, 2023 11:52 AM 

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના કલાણા ગામમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ તમામ ચેકડેમ ઓવરફ્લો થયા છે.


પ્રાપ્ત માહિતી પ્રમાણે ધોરાજી પંથકમાં આજે જાણે અષાઢી માહોલ જામ્યો હતો. જેમાં ધોરાજી તાલુકાના કલાણા ગામ સહિત આસપાસના ચીચોડ, છત્રાસા સહિતના ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આજે પડેલા ધોધમાર વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. તેમજ આસપાસના તમામ ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા છે.


મહત્વનું છે કે કલાણા ગામમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. તેના કારણે ગામમાં વીજળી ગુલ થઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઉપરાંત પડેલા ભારે વરસાદના કારણે ઉનાળુ પાકને ભારે નુકશાની થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application