BREAKING NEWS

રાજકોટ ડીસી કરોતરાની અમદાવાદ બદલી; રાજકોટમાં એચ.એસ.જોષીને નિયુક્ત કર્યા

  • November 21, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમમાં લાંબા સમય બાદ બદલીનો ઘાણવો નિકળ્યો છે જેમાં તાજેતરમાં થયેલા હુકમ અનુસાર રાજકોટ એસટી ડિવિઝનના ડીવીઝનલ કન્ટ્રોલર પદે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત જે.બી.કરોતરાની અમદાવાદ વિભાગીય નિયામક તરીકે બદલી કરાઇ છે, જ્યારે રાજકોટ એસટી ડિવિઝનના ડીસી તરીકે અમદાવાદથી એચ.એસ. જોષીને નિયુક્ત કરાયા છે.

જ્યારે રાજકોટ એસટી ડિવિઝનના ડીવીઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગરને જૂનાગઢ ખાતે ઇન્ચાર્જ વિભાગીય નિયામક તરીકે મુકાયા છે.

જામનગર એસટી ડેપોના મેનેજર તરીકે ફરજ બજાવતા નિશાંત વરમોરાની જુનાગઢ ડીએમઇ તરીકે નિયુક્તિ કરાઇ છે. જ્યારે પાલિતાણા ડેપો મેનેજર ડી.આર.મોરીને જામનગર ડેપો મેનેજર તરીકે પોસ્ટિંગ અપાયું છે. સૌરાષ્ટ્રના અનેક એસટી ડેપોના મેનેજરોની બદલી કરાઇ છે. ખાસ કરીને ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની બદલી કરાઇ હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application