રાજકોટ મધ્યસ્થ જેલમાં ફરી દડાનો ઘા કરાયો

  • September 12, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મધ્યસ્થ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ દડામાં વીંટાળી આ દડાનો જેલમાં ઘા કરવામાં આવતો હોવાની ઘટનાઓ અગાઉ પણ અનેક વખત બની ચૂકી છે. ત્યારે જેલમાં ફરી વખત દડાનો ઘા કરવામાં આવ્યો છે. જેલમાં સેલોટેપથી વીંટાળેલા ત્રણ દડાનો ઘા કરવામાં આવ્યો હતો જેમાંથી ૩૫ તમાકુની પડીકી અને સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ અંગે જેલરની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ મધ્યસ્થ જેલમાં ઇન્ચાર્જ જેલર ગ્રુપ–૨ તરીકે ફરજ બજાવતા અશોકસિંહ રાઠોડ દ્રારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે બે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જેલરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ ૧૦૯ ના તેઓ પોતાની ફરજ પર હતા ત્યારે સાંજના જેલરના જનરલ સુબેદાર ધર્મેશભાઈ ડાભીએ મૌખિક રિપોર્ટ આપ્યો હતો કે, જેલ–૨ યાર્ડ નંબર ત્રણના ફાટક આગળ યાર્ડ નંબર ૩૩ ના ફાટકની અંદર કોઈ અજાણ્યા શખસો દ્રારા ખડીયાપરા તથા માઉન્ટેન પોલીસ લાઈન તરફ જાહેર રસ્તા પરથી જેલની અંદર ચીજવસ્તુનો ઘા કરવામાં આવ્યો છે.
જેથી આ બાબતે સીસીટીવી ફટેજ ચકાસતા બપોરના સમયે કાળા કલરના એકટીવામાં આવેલા બે શખસોએ જેલ બહારથી યાર્ડના પાછળના ભાગેથી જેલની અંદર કોઈક વસ્તુનો ઘા કર્યેા હોય તેવું નજરે પડું હતું. જેથી તપાસ કરતા સેલોટેપથી વિટાળેલ કુલ ત્રણ દડા મળી આવ્યા હતા.
જેલના સિનિયર જેલરની હાજરીમાં આ પાર્સલ ખોલવામાં આવતા તેમાંથી પ્રતિબંધિત બુધાલાલ તમાકુની પડીકી નગં ૩૫ તેમજ લાલ કલરનો બેટરી સીમકાર્ડ વગરનો સાદો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ફેંકવા અંગે તપાસ થવી જરી હોય આ મામલે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application