BREAKING NEWS

રાજકોટ CPએ 22 ફોજદારોની આંતરિક બદલીનો ઘાણવો કાઢ્યો, ગાંધીગ્રામ એમ વી જાડેજાની SOGમાં બદલી; જાણો આખું લિસ્ટ

  • December 08, 2025 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરે ઓચિંતા મહત્વની ગણાતી ડીસીબી, એસઓજી, ઇઓડબલ્યુ, એલસીબી સહિત 22 જેટલા ફોજદાર અને એક પીઆઇની બદલીનો ઓર્ડર કરતા પોલીસ બેડામાં અધિકારીઓની એકાએક બદલીથી ગણગણાટ શરૂ થયો છે, આવું કેમ થયું તે અંગે ચર્ચાનો વિષય બની ગયો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ ડોબરીયાને ઇકોનોમિકસેલમાં એટેચ તરીકે તેમજ મહત્વની ગણાતી બ્રાન્ચોના 22 પીએસઆઇની આંતરિક બદલીના ઓર્ડર કર્યા હતા.


આ બદલીઓમાં ઇઓ ડબલ્યુના પીએસઆઈ આઈ.કે.જાડેજાને પીસીબીમાં, ડીસીબીના ગરચરને ઈઓડબલ્યુમાં, ડીસીબીના એમ.કે. મોવલીયાને એલસીબી ઝોન-૧માં, પ્ર.નગરના આર.કે. ગોહિલને ડીસીબીમાં, ઇઓડબલ્યુના ડી.પી. ઝાલાને ડીસીબીમાં, સાયબર ક્રાઈમના પીએસઆઈ એ.જે. લાઠિયાને યુનિ.પોલીસ સ્ટેશનમાં અને પી.જી. આલને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.


જ્યારે એલસીબી ઝોન-૧ના પીએસઆઈ બી.વી.ચુડાસમાને એએચટીયુમાં. ઇઓડબલ્યુના કે.ડી. મારૂને માલવીયામાં, યુનિ.ના એ.એન. રાઠોડને ઇઓડબ્યુમાં, ગાંધીગ્રામના મહેન્દ્રસિંહ વી. જાડેજાને એસઓજીમાં, એસઓજીના એસ.બી. ધાસુરાને પેરોલ ફર્લો સ્કવોડમાં બદલી કરાયા છે.


તેમજ રાજકોટ તાલુકાના પી.જે. પરમાર ઈઓડબલ્યુમાં, એમ.કે. સભાયાને લીવ રીઝર્વમાં જ્યારે એરપોર્ટના કે.એસ. મિશ્રા રીડર ટુ એસીપી પરિશ્રમ, આજીડેમના એચ.જે. સોલંકી એ-ડીવીઝન, ડીસીપી ક્રાઈમના રીડર જે.એમ.અમરકોટીયાની સ્પેશ્યલ બ્રાંચમાં, પેરોલ ફર્લોના જે.જી. તેરૈયાની રીડર ટુ ડીસીપી ક્રાઈમ અને માલવીયાના ડી.એસ. ગજેરાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application