રાજકોટ બજેટ: ઘર દીઠ વેરા બિલમાં રૂા.૪૬૫નો વધારો

  • January 31, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાળઝાળ મોંઘવારી વચ્ચે આજે રજૂ થયેલા રાજકોટ મહાપાલિકાના પ્રપોઝડ ડ્રાટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરએ રાજકોટવાસીઓ ઉપર આકરા કરબોજની ચાબુક વીંઝી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જમાં બમણો અને પાણીવેરામાં રહેણાંક કનેકશનમાં વાર્ષિક .૧૦૦ અને બિન રહેણાંક કનેકશનમાં વાર્ષિક .૨૦૦નો વધારો સૂચવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલે આજે કુલ પિયા ૧૭.૭૭ કરોડના કરબોજ સાથેનું ૨૮૧૭.૮૦ કરોડનું ડ્રાટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરને સુપ્રત કયુ હતું.

સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ રજૂ થતાની સાથે જ શાસકોએ આજથી જ બજેટનો અભ્યાસ શ કર્યેા છે કર્યેા છે ત્યારે શાસકો કરબોજ ફગાવશે કે યથાવત રાખશે તેના ઉપર ૨૦ લાખ રાજકોટવાસીઓની મીટ મંડાઇ છે. મિલકતવેરા બિલમાં નામ ટ્રાન્સફર ચાર્જ હાલ .૨૫૫ છે તેમાં અભૂતપૂર્વ વધારો કરીને .૧૦,૦૦૦ સુધીનો દર સૂચવ્યો છે. એકંદરે જો મ્યુનિસિપલ કમિશનરે સૂચવ્યા મુજબનો વેરા વધારો સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરશે તો દરેક રહેણાંક મિલકત મુજબ મતલબ કે પ્રતિ ઘર દીઠ વેરા બિલમાં .૪૬૫નો વધારો થશે. ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ પેટે ઘર દીઠ વધુ .૩૬૫ તેમજ પાણી વેરા પેટે વધુ .૧૦૦ ચુકવવાના થશે.

મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાટ બજેટમાં પહેલી વખત વોટર રિચાર્જ ડિપોઝિટ પણ લાગુ કરવા સૂચવ્યું છે જેમાં એરિયા મુજબ .૧૦૦૦ થી ૧૦૦૦૦ સુધીની ડિપોઝિટ વસૂલવામાં આવશે બીયુસીના એક વર્ષ પછી ૫૦% રિફડં અપાશે અને બીયુસીના બે વર્ષ પછી બાકીના ૫૦% રકમ રિફડં ચુકવાશે. જો બે વર્ષમાં કમ્પલાઇન્સ પૂર્ણ કરવામાં નહીં આવે તો ડિપોઝિટ જ કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રે વોટર ડિપોઝિટ પણ સૂચવવામાં આવી છે જે પણ પ્રથમ વખત છે. જે બિલ્ડિંગમાં બાંધકામ પરમિશન પ્લાનમાં વિહિકલ માટે લિટ પાકિગની સુવિધા જણાવેલ હશે તેવા બિલ્ડીંગમાં પિયા એક લાખ સુધીની ડિપોઝિટ વસૂલવામાં આવશે.


ડોર ટુ ડોર ડોર ગાર્બેજ કલેકશન ચાર્જમાં આટલો વધારો સુચવાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા હાલમાં ટીપરવાન મારફતે ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા માટે વસુલાતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ પેટે રહેણાંક મિલકતોમાં વાર્ષિક .૩૬૫ વસૂલવામાં આવે છે જેમાં બમણો વધારો કરીને હવેથી વાર્ષિક .૭૩૦ વસૂલવા સુચવ્યું છે. યારે બિન રહેણાંકમાં હાલ વાર્ષિક .૧૪૬૦નો ચાર્જ વસૂલવામાં આવે છે જેના ૧૮૨૫ કરવા સૂચવ્યું છે. હાલ આ પેટે કુલ વાર્ષિક આવક ૨૬.૮૫ કરોડની આવક થાય છે, આ સુધારો કરવાથી તંત્રની વાર્ષિક આવકમાં .૧૩ કરોડનો વધશે અને સૂચિત વધારા સહિતની કુલ આવક .૩૯.૯૨ કરોડ થશે.


ખુલ્લા પ્લોટનો વેરો વધાર્યેા

૫૦૦ ચોરસ મીટર સુધીના ખુલ્લા પ્લોટ પર હાલ .૧૪નો દર અમલી છે તે યથાવત રાખવાનું સુચવવા સાથે ૫૦૦ ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળના ખુલ્લા પ્લોટ માટે હાલમાં પ્રતિ ચોરસ મીટર દીઠ .૨૮નો વેરો વસુલાય છે તેમાં વધારો કરીને .૩૦ કરવા તેમજ રૈયા સ્માર્ટ સિટી વિસ્તાર મતલબ કે ટીપી સ્કીમ નં.૩૨ના વિસ્તારમાં હાલમાં .૧૪ અને ૨૮ના દર અમલી છે તેના બદલે પ્રતિ ચોરસ મીટર દીઠ .૬૦ વસૂલવા સૂચવ્યું છે.


મિલકતવેરામાં નામ ટ્રાન્સફરનો ચાર્જ રૂપિયા ૧૦૦૦૦: ૯૦ દિવસ પછી લેઈટ ફી ૨૦૦૦

મિલકત વેરામાં નામ ટ્રાન્સફરના ચાર્જમાં .૧૦,૦૦૦ સુધીનો અભૂતપૂર્વ વધારો સૂચવવામાં આવ્યો છે તેમજ દસ્તાવેજ થયાના ૯૦ દિવસની મુદત વીતી ગઈ હોય તો લેઇટ ફી પેટે પણ .૨૦૦૦ વસૂલવા સૂચવ્યું છે. હાલમાં નામ ટ્રાન્સફર ની ફી પેટે પ્રતિ નામ દીઠ પિયા પાંચ છે ડિપોઝિટ ૨૫૦ છે. અલબત્ત દરેક મિલકતમાં .૧૦,૦૦૦નો ચાર્જ નહીં વસુલાય પરંતુ ઝીરોથી ૫૦ ચોરસ મીટર સુધીના કાર્પેટ એરીયાથી શ કરીને ૫૦૦ ચોરસ મીટર અને તેથી વધુના કાર્પેટ એરિયા મુજબ અલગ અલગ દર સૂચવ્યા છે. આ ઉપરાંત નળ કનેકશનમાં પણ નામ ટ્રાન્સફર ફી માં વધારો કરાયો છે હાલમાં રહેણાંકમાં .૨૫૦ વસૂલવામાં આવે છે તેમાં ૭૫૦નો તોતિંગ વધારો સૂચવીને .૧૦૦૦ કરવા સૂચવ્યું છે, આ જ રીતે બિન રહેણાંકમાં પ્રતિ કનેકશન દીઠ પિયા ૨૦૦૦ સૂચવવામાં આવ્યા છે. નળ કનેકશન માં નામ ટ્રાન્સફર માટે જો દસ્તાવેજ કરાવ્યાથી ૯૦ દિવસમાં અરજી આવે તો રહેણાંકમાં ૨૫૦ અને બિન રહેણાંકમાં ૫૦૦ વસૂલવા સૂચવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News