BREAKING NEWS

રાજકોટઃ અનંતરાય મગનલાલ ઉનડકટનું 82 વર્ષની વયે નિધન, આજે સવારે નીકળશે અંતિમયાત્રા

  • April 01, 2026 12:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પ્રતિષ્ઠિત વ્યવસાયી અને મનોજભાઈ (સી. અનંતરાય એન્ડ કંપની) તથા ગોપાલભાઈ (આદેશ ટ્રાવેલ્સ) ના પિતાશ્રી અનંતરાય મગનલાલ ભવાનજી ઉનડકટનું 82 વર્ષની વયે તા. 31-03-2026ના રોજ દુઃખદ અવસાન થયું છે. મૂળ કરાચીના વતની અને લાંબા સમયથી રાજકોટમાં સ્થાયી થયેલા ઉનડકટ પરિવારના મોભીના નિધનથી જ્ઞાતિજનો અને મિત્રવર્તુળમાં ઘેરા શોકની છાયા છવાઈ છે.


સદગતની સ્મશાન યાત્રા
તા: ૦૧-૦૪-૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન આદેશવિલા, ૫ એસ્ટ્રોન સોસાયટી કોર્નર, રાજકોટ ખાતેથી નીકળશે.


​​​​​​​રાજકોટના ટ્રાવેલ્સ અને ટ્રેડિંગ બિઝનેસમાં ઉનડકટ પરિવારનું મોટું નામ છે. અનંતરાયભાઈના નિધનના સમાચાર મળતા જ અનેક અગ્રણીઓએ તેમના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેઓ એક માયાળુ અને પરોપકારી વ્યક્તિત્વ તરીકે જાણીતા હતા. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News