રાજકોટ : ગોંડલ ચોકડી બ્રિજ પાસે મસમોટા ખાડા, મહિલા સ્કૂટરમાંથી પટકાતા સહેજ રહી ગઈ, જુઓ Video... 

  • July 12, 2023 02:26 PM 

રાજકોટમાં ગોંડલ ચોકડી બ્રિજ પાસે જ મસમોટા ખાડા પડ્યા છે. વરસાદના પાણી ભરાયેલા હોવાથી દરરોજ વાહન ચાલકોને નુક્સાન થાય છે. પાણી ભરાયેલા હોવાથી  વાહન ચાલકોને ખાડા પણ નથી દેખાતા. બાઇક ચાલક પાણીમાંથી ચાલતા ખાડો આવી ગયો અને પત્ની નીચે પટકતા પટકાતા રહી ગઈ. જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. રાજકોટથી ગોંડલ જતા હાઈવેની હાલત અતિ બિસ્માર છે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી હજારો લોકો અપડાઉન કરે છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો મત વિસ્તાર હોવા છતાં રોડ-રસ્તાઓની હાલત બિસમાર હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application