હીટવેવથી બચવા શું કરવું અને શું ના કરવું?, આવા લક્ષણો દેખાય તો કોઈની રાહ જોયા વિના 108માં તુરંત ફોન કરો

  • March 13, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ૧૦૮ સેવા દ્વારા હીટવેવથી બચવા નાગરિકને અપીલ કરવામાં આવી છે. જેમાં હીટવેવથી બચવા શું કરવું અને શું ન કરવું તવી માહિતી આપવામાં આવી છે. ​​​​​​​


હીટવેવથી બચવા આટલું કરો

  • તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું
  • શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો
  • ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
  • વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો
  • આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્કીન લગાવો
  • પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો
  • બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ"ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો


આટલું ના કરો

  • શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું
  • શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફટ ડ્રિક્સ ના લેવા
  • મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો


લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર

  • જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો
  • શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો
  • લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા
  • જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઇ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઇ જાય તો તાત્કાલિક ૧૦૮_એમ્બ્યુલન્સ બોલાવવી. અથવા જિલ્લા વહીવટી તંત્ર ડિઝાસ્ટર વિભાગ સંપર્ક કરવો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application