સિવિલ હોસ્પિટલમાં શનિવારે દર્દીના સગા અને હોસ્પિટલના જ મહિલા સર્વન્ટની રેસિડેન્ટ ડોકટર્સ સાથે થયેલી માથાકૂટ પ્રકરણમાં તબીબોએ કેટલીક માંગણીઓ કરી હતી હડતાલની ચીમકી ઉચ્ચારી હતી. સ્ટ્રાઇકની ચીમકીના પગલે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તાકીદે મહિલા સર્વન્ટને સસ્પેન્ડ કરવા ઉપરાંત ત્રણ માગણીઓ સંતોષવામાં આવતા તબીબો રાજી રાજી થયા હતા અને હડતાલ પરત ખેંચી ફરજ સેવા ચાલુ રાખી હતી.
વાદ–વિવાદોની વચ્ચે રહેતી પીડીયું સિવિલ હોસ્પિટલમાં શનિવારે સવારે વોર્ડ નંબર–૭માં યોત્સનાબેન નામના દર્દીને છાતીમાં ગભરામણ થતી હોવાની ફરિયાદ સાથે લાવવામાં આવ્યા હતા યાં ફરજ પરના રેસિડેન્ટ ડોકટર મેરી એલ અને ડો.અજય રાઠોડએ સારવાર શ કરી દાખલ કરવામાં આવ્યા હતા આગળની વધુ નિદાન કરે એ પહેલા જ દર્દીનો સાથેના બે સગા અને હોસ્પિટલના ઓર્થેાપેડિક વિભાગમાં કોન્ટ્રાકસ બેઝ પર સર્વન્ટ તરીકે નોકરી કરતા કસાનાબેન રાઠોડ રેસિડેન્ટ ડોકટર્સ સાથે બોલાચાલી કરી મોબાઈલમાં વિડીયો શૂટિંગ શ કયુ હતું. તબીબોએ શૂટિંગ કરવાની ના પાડવા છતાં શુટિંગ શ રાખતા મોબાઈલ આંચકવાનો પ્રયાસ કરતા રેસિડેન્ટ ડો. મેરી અને ડો. અજય રાઠોડને તમાચા મારી ઝપાઝપી કરી હતી. સામાપક્ષે મહિલા સર્વન્ટ કસાનાબેન પણ પોતાને મારમાર્યેા હોવાના આક્ષેપ સાથે એજ વોર્ડમાં દાખલ થયા હતા. બનાવ અંગે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
સમગ્ર બનાવને લઈને હોસ્પિટલના જુનિયર ડોકટર્સ એસોસીએસનના નેજા હેઠળ તબીબો એકત્રિત થયા હતા અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ડીનને આવેદન આપી મહિલા સર્વન્ટને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવા, વોર્ડમાં બાઉન્સર મુકવા, સીસીટીવી વધારવા અને દર્દીના સગા માટે પાસ સિસ્ટરમની અમલવારી કરાવવી આ ચાર માંગણીઓ મૂકી હતી અને આ માગણીઓ સંતોષવામાં નહિ આવે તો ઇર્મજન્સી અને નોન ઇમરજન્સી સેવા ત્યાગ કરવાનું જણાવી મેડિકલ કેમ્પસમાં સુત્રોચાર કર્યા હતા. જયારે બીજી બાજુ મહિલા સર્વન્ટના સમર્થનમાં વર્ગ–૪ના કેટલાક કર્મચારીઓ આવ્યા હતા અને સુપ્રિટેન્ડેન્ટને મળી પોતાની રજુઆત કરવા માટે કહ્યું હતું. જો કે સમગ્ર બનાવમાં મહિલા સર્વન્ટને તાત્કાલિક અસરથી છુટા કરવા ગાંધીનગરથી હોસ્પિટલ તંત્રને આદેશ કરવામાં આવતા એજન્સી દ્રારા ગત સાંજે જ કસાનાબેન રાઠોડને છુટા કરી દેવામાં આવ્યા હતા. તેમજ તબીબોની માગણીઓ પૈકી વોર્ડમાં બાઉન્સરો મુકવામાં આવ્યા હતા અને દર્દીના સગા માટેની પાસ સિસ્ટમ કડક બનાવવા માટેની કાર્યવાહી તેજ કરવામાં આવતા તબીબોને પોતાની માગણીઓનો સંતોષકારક ઉકેલ આવતા ફરજ રાબેતા મુજબ શ રાખી હતી
વોર્ડમાં એકસ આર્મીમેન મુકાશે, ભરતી પ્રકિયા શરૂ
હોસ્પિટલમાં વોર્ડ અને વિભાગોમાં અવાર–નવાર દર્દીઓ અને તબીબો વચ્ચે થતી માથાકૂટના પગલે હાજર સિકયોરિટી ગાર્ડ નબળા પડતા હોવાથી અને તબીબોની બાઉન્સર મુકવાની માગણીને લઇને કોન્ટ્રાકટ એજન્સી દ્રારા આજ સવારથી જ ચોક્કસ જગ્યાએ બાઉન્સર મૂકી દેવામાં આવ્યા હતા અને વધુમાં જે વોર્ડમાં વધુ માથાકૂટ થતી હોઈ એ જગ્યાએ એકસ આર્મીમેનને ગાર્ડ તરીકે મુકવામાં આવશે આ માટેની ભરતી પ્રકિયા પણ શ કરવામાં આવી હોવાનું એજન્સીના સુત્રોમાંથી જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech