પોરબંદરના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.
પોરબંદર જિલ્લાના સમસ્ત રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.પોરબંદરના રાજગોર બ્રાહ્મણ સર્વોદય મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.સંતો,મહંતો અને જ્ઞાતિ આગેવાનોની ઉપસ્થિતીમાં રક્ષાબંધનની પુર્વ સંધ્યાએ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ જેતપુર સ્વામીનારાયણ મંદિરથી પધારેલા પ.પુ. નીલકંઠચરણદાસજી સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં વિશેષ ઉપસ્થિતિ હરિઓમ વૃદ્ધાશ્રમ-જેતપુરથી પુ.જોષીબાપા, ધુનેશ્ર્વરથી પુ.જેન્તીરામ બાપા, સાન્દીપનિથી પુ. રમેશભાઈ ઓઝાના પ્રતિનિધિ આચાર્ય બિપીનભાઈ જોષી તેમજ સાન્દીપનિના ૨૭૦ જેટલા ઋષિકુમારો,જ્ઞાતિના આગેવાનો તેમજ જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.સૌ પ્રથમ સાંદીપનિનાં ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રો સાથેની પ્રાર્થનાના ગાયન દ્વારા વાતાવરણ દિવ્ય બની ગયુ હતુ.ત્યારબાદ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉતીર્ણ થનાર અને અભ્યાસમાં તેજસ્વી તારલાઓને ધોરણ ૧૦,૧૨ ગ્રેજ્યુએટ,પોસ્ટ ગ્રેજયુએટ વગેરે કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનારને સ્ટેજ પરથી તેમજ બાકીના ધોરણ ૧ થી તમામ કક્ષા સુધીના કુલ ૨૭૫ વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ,શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ વગેરે મળી અંદાજે રૂ.૩૦૦ ની કિંમતના ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ તમામ ઈનામના દાતા જ્ઞાતિના શિક્ષકો અને શિક્ષણપ્રેમી ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ હતી,તે બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પધારેલ સંતો પુ.નીલકંઠચરણદાસજી સ્વામી,જોષી બાપા,જેન્તીરામ બાપા, બિપીનભાઈ જોશીએ પોતાના વક્તવ્યમાં સમગ્ર આયોજન બદલ ખુશી વ્યક્ત કરેલ હતી અને આશીર્વચનમાં સમગ્ર જ્ઞાતિને સંગઠિત બની અને શિક્ષણમાં ખુબ આગળ વધો તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ શિક્ષણથી જ સમાજનો સાચો વિકાસ થાય માટે શિક્ષણમાં ઉતરોત્તર વધારો થાય અને સમાજનો વિકાસ થાય તેવા હંમેશા પ્રયત્નો કરતા જ રહેવું જોઈએ તેવો ખાસ સૌ જ્ઞાતિજનોને આગ્રહ કર્યો હતો.
ઉપરાંત હાલમાં છાંયા મુકામે આવેલું રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન અત્યારની પરિસ્થિતિ પ્રમાણે શૈક્ષણિક અને પ્રસંગો માટે પણ ખુબ નાનું પડે છે, તો અત્યારે પોરબંદરની આપણી જ્ઞાતિ માટે એક મોટા સંકુલની ખાસ જરૂર જણાય રહી છે,તેના માટે અત્યારની કમિટીના પ્રમુખ કિશોર જોષી તેમજ સમગ્ર કમિટીના સભ્યો ખુબ જ ચિંતિત છે અને આ ચિંતા આવેલા સંતોને જણાવેલ તો પુ. નીલકંઠચરણદાસજી સ્વામી અને પુ. જોષી બાપાએ આ વાત પોતાના મુખેથી જ્ઞાતિજનો સમક્ષ મુકી તો જ્ઞાતિજનોએ પણ ખુબ સારો પ્રતિસાદ આપતા તે જ દિવસે નવા સમાજ માટે અંદાજે ૧૫,૫૦,૦૦૦ જેવું અનુદાન તે જ દિવસે જાહેર કર્યું હતું.તેમાં શઆત પુ. નીલકંઠચરણ સ્વામી તરફથી ૧૦૦૦૦૦ અને પુ. જોષી બાપા તરફથી પણ ૧૦૦૦૦૦ આપી શઆત કરેલ હતી.તેમજ સંતોએ આશીર્વાદ પાઠવેલ કે ખુબ ઝડપથી આ નવો સમાજ થઈ જશે બસ પ્રયત્નો ચાલુ રાખશો અને જ્ઞાતિજનોને પણ અપીલ કરી કે આ નવા સમાજના કાર્યમાં તન, મન, ધનથી સહકાર આપશો.તે ઉપરાંત આ કાર્યક્રમ સંદર્ભે જ્ઞાતિજનો તરફથી અંદાજે ૧૦૦૦૦૦ જેટલો ફાળો મળેલ છે. જેની વિગતવાર માહિતી હવે પછી જ્ઞાતિજનોને આપવામાં આવશે.કાર્યક્રમને અંતે કમિટીના મંત્રી હરેશભાઈ જોષીએ આભારવિધિમાં આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ તમામ સંતો, જ્ઞાતિ આગેવાનો, જ્ઞાતિજનો, કાર્યક્રમમાં મદદપ તમામ દાતાઓ, શિક્ષકો, યુવાનો,કાર્યકરો, મહિલા મંડળ તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામનો આભાર માન્યો હતો તેમજ અન્નપૂર્ણા ગ્રુપની કામગીરી અને આગામી શરદપુર્ણિમા એક દિવસીય નવરાત્રીના આયોજન વિષે પણ માહિતી આપેલ હતી.આ કાર્યક્રમનું સફળ સંચાલન પોતાની આગવી શૈલીમાં ગીરધરભાઇ બાબુભાઈ જોષીએ કરેલ હતું.
કાર્યક્રમના અંતે સાંદીપનિના ઋષિકુમારો,જ્ઞાતિજનો વગેરેએ અંદાજે ૧૨૦૦ લોકોએ સ્વચી સમુહ ભોજન કર્યું હતું.આ સમુહ ભોજનના દાતા હિરેનભાઈ જેન્તીભાઇ તેરૈયા (હાલ આફ્રિકા) હતા.તેમજ પીવા માટે મિનરલ વોટરના દાતા ધર્મેશભાઈ બળવંતભાઈ મહેતા હતા.તેમજ સાઉન્ડ સર્વિસની ફ્રી સેવા શિહોરી સાઉન્ડ સર્વિસ રમેશભાઈ જોષી તરફથી, ફોટોગ્રાફની ફ્રી સેવા ભાવિનભાઈ અમુભાઈ જોષી (પાલખડા) તરફથી મળેલ હતી આ તમામનો કમિટીવતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના પ્રમુખ કિશોરભાઈ જોષી,ઉપપ્રમુખ સંજયભાઈ દવે,સુભાષભાઈ દવે,મંત્રી હરેશભાઈ જોષી,સહમંત્રી હરિભાઈ પુરોહિત,ખજાનચી ડો.યુ.ડી.મહેતા,સહખજાનચી ધવલભાઈ જોષી,સંગઠન મંત્રીઓ સુરેશભાઈ શીલુ, રમેશભાઈ પુરોહિત, પ્રેમજીભાઈ જોષી, પ્રકાશભાઈ દવે આ તમામ કમિટીના હોદેદારોએ જહેમત ઉઠાવેલ હતી.
આ ઉપરાંત સર્ટીફીકેટ પ્રિન્ટ,શિલ્ડ બનાવવા તેમજ ડિજિટલ તમામ કામગીરી ડો. યુ.ડી.મહેતા, ડો.વિવેકભાઈ જોષી,કેયુરભાઈ જોષીએ સંભાળેલ હતી.તેમજ ઈનામ વિતરણમાં શિક્ષકો જીવરામભાઈ મહેતા, તૃપ્તિબેન બોરીસાગર, ચિરાગ તેરૈયા, ચેતનભાઈ જોશી,મૌલિકભાઈ જોષી અને ભાવેશભાઈ વેગડા વગેરે જહેમત ઉઠાવેલ હતી.ફંડ ઉઘરાવવા અશ્ર્વિનભાઈ શીલુ, રતિલાલભાઈ મહેતા, રમેશભાઈ જોશી,મયુરભાઈ જોષી, જીજ્ઞેશભાઈ તેરૈયા વગેરેએ ઉઠાવેલ હતી.જ્ઞાતિના મોટા ભાગના ઘરે ટેલિફોન દ્વારા કાર્યક્રમનું આમંત્રણ આપી જાણ રાજભાઈ જોષી અને મયુરભાઈ જોશીએ કરેલ હતી તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આમ વિવિધ કામગીરીમાં ઉપરના નામો સિવાય પણ તમામ જ્ઞાતિજનો ઉપયોગી થાયેલ છે તે તમામનો રાજગોર બ્રાહ્મણ સર્વોદય મંડળ પોરબંદરવતી આભાર માનીએ છીએ અને એકંદર કાર્યક્રમ યાદગાર રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો
January 26, 2025 03:09 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech