રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 માટે રજત પાટીદારને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ઘણી ચર્ચા હતી કે, વિરાટ કોહલીને ફરી એકવાર ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ એવું બન્યું નહીં. ટીમે પાટીદારને કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય કર્યો. પાટીદાર 2021માં RCB માં જોડાયો ત્યારથી તે ટીમનો ભાગ છે.
તમને જણાવી દઈએ કે છેલ્લી સીઝન એટલે કે IPL 2024માં દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસે ટીમનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ IPL 2025 પહેલા, ટીમે ન તો ડુ પ્લેસિસને જાળવી રાખ્યો કે ન તો મેગા ઓક્શનમાં તેને ફરીથી ખરીદ્યો. ડુ પ્લેસિસ IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળશે. ડુ પ્લેસિસને દિલ્હીએ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
રજત પાટીદારને RCBએ ફરીથી પોતાની ટીમમાં રાખ્યો
IPL 2025ની મેગા ઓક્શન પહેલા, RCB એ ફક્ત ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા હતા, જેમાં રજત પાટીદારનો પણ સમાવેશ થાય છે. પાટીદારને ટીમે ૧૧ કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. પાટીદાર ઉપરાંત, ACB એ વિરાટ કોહલી અને યશ દયાલને જાળવી રાખ્યા હતા. કોહલીને 21 કરોડ રૂપિયામાં અને યશ દયાલને 5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા.
ચાહકોને IPL 2025 માં નવા કેપ્ટન રજત પાટીદાર સાથે પ્રથમ IPL ટાઇટલની આશા રહેશે. પાટીદારે અત્યાર સુધી RCB માટે બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ હવે તે કેપ્ટન તરીકે ટીમ માટે કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.
રજત પાટીદારની IPL કારકિર્દીનોંધનીય છે કે રજત પાટીદારે 2021 માં RCB વતી રમીને IPL માં ડેબ્યૂ કર્યું હતું. પાટીદાર અત્યાર સુધી ફક્ત RCBનો ભાગ રહ્યો છે. તેણે અત્યાર સુધી તેની IPL કારકિર્દીમાં 27 મેચ રમી છે. આ મેચોની 24 ઇનિંગ્સમાં, તેણે 34.73 ની સરેરાશ અને 158.84 ના સ્ટ્રાઇક રેટથી 799 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેણે 1 સદી અને 7 અડધી સદી ફટકારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરમાં ચોથા દિવસે આઇટી વિભાગનું સર્ચ: ઉધોગપતિના બંગલામાંથી સિક્રેટ રૂમ મળ્યો
February 21, 2025 03:27 PMમોરબી રોડ પર જાહેરમાં યુવાનને છરીના ઘા ઝીંકયા: વીડિયો વાયરલ
February 21, 2025 03:26 PMક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક ઝડપાયું: રાકેશ રાજદેવ,મીતના નામ ખુલ્યા
February 21, 2025 03:25 PMકોસ્મોપ્લેકસની નજીક બસમાં ધડાકાભેર બુલેટ અથડાઈ: બે ભાઈઓને ગંભીર ઇજા
February 21, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech