IPL 2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબે સિઝનમાં 5મી મેચ જીતી છે. ટીમે 10 પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ પ્લેઓફમાં પહોંચી ગયેલું રાજસ્થાન સતત ચોથી મેચ હારી ગયું હતું.
IPLની 17મી સીઝનમાં બુધવારે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક મેચ રમાઈ હતી. આ મેચમાં સેમ કરનની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સે 5 વિકેટે જીત મેળવી હતી અને ગત મેચમાં હારનો બદલો સ્ટાઇલમાં લીધો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 145 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે 42 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ 92 અને 102 રન વચ્ચે વધુ 3 વિકેટો પડી ગઈ હતી. પરંતુ રિયાન પરાગે લીડ જાળવી રાખી અને શાનદાર ઇનિંગ રમીને ટીમનું સન્માન બચાવ્યું. રાજસ્થાને 9 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા.
રિયાન પરાગ ફિફ્ટી ચૂકી ગયો. તેણે 34 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને 28 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. પંજાબ તરફથી સેમ કરન, હર્ષલ પટેલ અને રાહુલ ચહરે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ અને નાથન એલિસને 1-1 વિકેટ મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech