સુખદેવસિંહની હત્યાના પગલે આજે રાજસ્થાન બંધનું એલાન

  • December 06, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કરણી સેનાની ન્યાયિક તપાસની માંગ બુલંદ બની, પરિસ્થિતિ વણસે નહી તે માટે પોલીસ કાફલો જયપુરમાં તૈનાત, પંજાબ પોલીસે પેહેલા જ ગોગામેડીની હત્યાનું એલર્ટ જયપુર પોલીસને આપ્યુ હતુંજયપુરમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની ન્યાયિક તપાસની માંગ કરવા માટે ’બંધ’નું આહ્વાન કરવામાં આવ્યું છે. અગાઉ જયપુરમાં રાજપૂત કરણી સેનાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ભરેલા અગ્નિ જેવી સ્થિતિને લઈ ને જયપુર માં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.



રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને ત્રણ બદમાશોએ તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરી નાખી. હવે આ હત્યા બાદ રાજ્યમાં તણાવ વધી ગયો છે. જયપુર સહિત વિવિધ સ્થળોએ પ્રદર્શનના અહેવાલો છે, જ્યારે ચુરુમાં એક સરકારી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને રાજસ્થાનના અન્ય સમુદાયોએ આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે.



આ હત્યાકાંડ પર રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ વાત કરવાના બહાને તેમના ઘરે આવ્યા હતા. આ ઘટનામાં સુખદેવ સિંહ ગોગામેડીનું મોત થયું હતું અને તેમનો એક અંગરક્ષક ઘાયલ થયો હતો.હત્યારાઓની સાથે રહેલા એક આરોપીને પણ ગોળી વાગી હતી અને તેનું મોત થયું હતું. બદમાશોના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે રોહિત ગોદારા ગેંગે હત્યાની જવાબદારી લીધી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. અમે હરિયાણાના ડીજી પાસેથી પણ મદદ માંગી છે. જયપુરમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની ન્યાયિક તપાસની માંગ કરવા માટે બંધનું એલાન કરવામાં આવ્યું છે. અગાઉ જયપુરમાં રાજપૂત કરણી સેનાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મેટ્રો માસ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શનો થયા હતા અને માનસરોવરમાં રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા.


રોહિત ગોદરાએ હત્યાની જવાબદારી લીધી
ઘટના બાદ તરત જ, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગના સભ્ય રોહિત ગોદરાએ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. રોહિત ગોદરાએ જણાવ્યું કે રાજપૂત કરણી સેનાના પ્રમુખની હત્યાની સંપૂર્ણ જવાબદારી તેની ગેંગે લીધી છે.તેમણે લખ્યું કે ભાઈઓ, આજે સુખદેવ ગોગામેડીની હત્યા થઈ ગઈ. અમે આની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. અમે આ હત્યા કરાવી છે. હું તમને કહેવા માંગુ છું કે તે (ગોગામેડી) આપણા દુશ્મનોને મદદ કરતા અને તેમને મજબૂત કરતા હતા. જ્યાં સુધી આપણા દુશ્મનોની વાત છે, તેમને તેમના ઘરના દરવાજે તેમની અર્થી તૈયાર રાખવી જોઈએ. અમે તેમને પણ જલ્દી મળીશું.


વહીવટીતંત્ર કડક કાર્યવાહી કરે: રાજ્યપાલ

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની નોંધ લેતા રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ડીજીપી ઉમેશ મિશ્રા પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. તેમણે કહ્યું કે ગુનેગાર કોઈપણ હોય, તેની વહેલી તકે ધરપકડ કરો અને કડક કાર્યવાહી કરો.

પંજાબ પોલીસે જયપુર પોલીસને એલર્ટ આપ્યું હતું
પંજાબ પોલીસે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા અંગે જયપુર પોલીસને એલર્ટ મોકલ્યું હતું. જયપુર એટીએસે એસઓજીને જાણ કરી હતી. ત્રણ વખત સુરક્ષા માંગ્યા બાદ પણ પોલીસે ગોગામેડીને સુરક્ષા આપી ન હતી. અને અંતે હત્યારા ઓ ફાવી ગયા હતા તેમજ જયપુર પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application