પોર્નેાગ્રાફી નેટવર્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) એ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને અન્ય લોકોના ઘર અને ઓફિસો પર દરોડા પાડા છે. ઇડી દ્રારા કેસ નોંધ્યા બાદ હવે રહેણાંક જગ્યાઓ અને ઓફિસોની તપાસ કરવામાં આવી રહી છે. કુન્દ્રાની જૂન ૨૦૨૧માં 'અશ્લીલ' ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ અધિકારીઓએ દાવો કર્યેા હતો કે કુન્દ્રા આ કેસમાં મુખ્ય કાવતરાખોર હતો. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલમાં સપ્ટેમ્બર ૨૦૨૧થી જામીન પર છે.
પોલીસનો દાવો છે કે રાજ કુન્દ્રા અને તેની કંપની પોર્ન ફિલ્મો દ્રારા માત્ર મોટી કમાણી જ નથી કરતી પરંતુ તેમણે દેશના કાયદાને તોડી પાડવા માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. મુંબઈ પોલીસે આ વર્ષે ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ આ મામલે કેસ નોંધ્યો હતો. યારે એક યુવતીએ મુંબઈના માલવાણી પોલીસ સ્ટેશનમાં આ રેકેટ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે કેવી રીતે કેટલાક લોકો છોકરીઓને ફિલ્મો અને ઓટીટીમાં કામ અપાવવાના નામે અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા દબાણ કરે છે. આ સાથે મુંબઈમાં ઘણા બિઝનેસમેન અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ કરીને મોટી કમાણી કરી રહ્યા છે. આ પછી પોલીસે મલાડ વેસ્ટ વિસ્તારમાં દરોડો પાડો યાં ભાડે બંગલો રાખીને પોર્ન ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું. ત્યારે પોલીસે એક બોલિવુડની અભિનેત્રી સહિત ૧૧ લોકોની ધરપકડ કરી હતી.
પોલીસને રાજ કુન્દ્રા અને તેની કંપની વિશે તરત જ સંકેતો મળી ગયા હતા પરંતુ પોલીસ તેમને પકડતા પહેલા નક્કર પુરાવા એકત્ર કરવા માંગતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર રાજ કુન્દ્રા સાથે જોડાયેલી વધુ માહિતી તેની પાસે ઉપલબ્ધ હતી. તેમાં પીડિત યુવતીઓના નિવેદનો, વોટસએપ ચેટસ, એપ પરની ફિલ્મો અને રાજ કુન્દ્રાના પોર્નેાગ્રાફિક ફિલ્મ બિઝનેસનો સંપૂર્ણ હિસાબ હતો. એ પછી જ રાજની ધરપકડ કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech