હવામાન સાથે સંબંધિત કેટલીક વૈજ્ઞાનિક શોધ ભરતમાં થઈ છે. દેશમાં ૨૦૦૨માં એક રડાર હતું, હવે ૩૯ છે, અને આગામી બે વર્ષમાં ૭૦ રડાર બનાવવાની યોજના છે, જેમાં હવામાન વિભાગની ભવિષ્યવાણી વધુ ચોક્કસ થશે. હવામાનના પૂર્વાનુમાનને લઈને ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ આ અંગે સાથે વાતચીત કરી હતી.
આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, અમાં અનુમાન છે કે, સપ્ટેમ્બરના અતં સુધીમાં સમગ્ર દેશમાં સારો વરસાદ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, દેશ ૬૦ ટકા ખેતી આધારિત છે. ૭૦ ટકા વરસાદ ચોમાસામાં જ થાય છે. અહીં ખેડૂતો અને ઉધોગો વરસાદ પર આધારિત છે. પ્રાચીન કાળથી આપણી રહેણી–કરણી બધુ વાતાવરણ સાથે સંકળાયેલ છે. ૮૦ ટકાથી વધુ પ્રાકૃતિક આપત્તિઓ હવામાનથી આવે છે. હવામાનની પૂર્વ જાણકારી મળતા સમયસર વ્યવસ્થા કરવામાં આવી શકે છે. પૂર્વાનુમાન માત્ર નુકસાનથી જ બચાવી નથી શકતું પરંતુ તેનો વધુ લાભ પણ ઉઠાવી શકાય છે. તેમાં આઈએમડીની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
મૃત્યુંજય મહાપાત્રએ ભારતની પરંપરા અને વૈદિક જ્ઞાન વિશે વાત કરતા જણાવ્યું કે, પ્રાચીન કાળથી હવામાન પૂર્વાનુમાનની વિધા રહેલી છે, જે આજે ટેકિનકલ વિકાસથી અને આજે ટેકિનકલ વિકાસથી વધુ વૈજ્ઞાનિક થઈ ગઈ છે. તેનાથી ભવિષ્યવાણીમાં એકયૂરેસી આવી ગઈ છે. જેવી રીતે આજે ભણાવવામાં આવી રહ્યું છે બૃહદસંહિતામાં એવી જ રીતે જલચક્ર છે. આ પહેલા ઋગ્વેદ, યજુર્વેદ અને ચાણકયના અર્થશાક્રમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે.
મહાપાત્રએ ચોમાસાની પેટર્ન બદલાતા ખાધ સુરક્ષા પર અસર અંગે જણાવતા કહ્યું કે, કલાઈમેટ ચેન્જથી ખેડૂતો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. દેશમાં સો વર્ષેામાં ફેરફાર થયો નથી. દેશના અલગ–અલગ ભાગની વાત કરીએ તો ઉત્તર પૂર્વી ભારતમાં વરસાદની સંભાવના ઓછી થઈ રહી છે. યારે પશ્વિમી રાજસ્થાન, સૌરાષ્ટ્ર્ર, કચ્છમાં વરસાદની સંભાવના વધી રહી છે. આ કલાઈમેટ ચેન્જથી જ છે. ચોમાસામાં વરસાદનું ડિસ્ટ્રીબ્યુશન બરાબર થઈ રહ્યું નથી. અચાનક થોડી વારમાં તીવ્ર વરસાદ અને બાદમાં સુકુ, પછી પાછો વરસાદ. તેમાં તીવ્ર વરસાદના દિવસો વધ્યા અને શ્રાવણમાં હળવો વરસાદ ઓછો થઈ ગયો. ઓછા સમયમાં વધુ વરસાદથી પૂર, વાદળ ફાટવા જેવી ઘટનાઓ વધી જાય છે. ત્યાં જ ઉપજાઉ માટી પણ વિસ્થાપિત થઈ જાય છે અને પાણી વહી જાય છે જેમાં ભૂ જળ પણ રિચાર્જ થઈ શકતું નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech