વરસાદ લાવે તેવી કોઈ પ્રભાવશાળી સિસ્ટમ ગુજરાતમાં એકિટવેટ ન હોવા છતાં છૂટા છવાયા ઝાપટા ચાલુ રહ્યા છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ધોરાજી અને મહત્પવામાં એક એક ઈંચ પાણી પડું છે. સૌરાષ્ટ્ર્ર સહિત રાયના ૧૮૨ તાલુકામાં સામાન્ય ઝાપટાથી ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર્રમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ધોરાજી જામ કંડોરણા કોટડા સાંગાણી જસદણ ઉપલેટા અને જેતપુરમાં સામાન્ય ઝાપટાંથી અડધો ઈંચ પાણી પડું છે. ભાવનગર જિલ્લાના મહત્પવા અને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક એક ઈંચ વરસાદ થયો છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા અમરેલી જિલ્લાના કુકાવાવ પોરબંદર શહેર જુનાગઢ જિલ્લામાં કેશોદ ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલાલા જામનગર જિલ્લામાં લાલપુર જામજોધપુર અને મોરબી જિલ્લામાં ટંકારા ખાતે સામાન્ય ઝાપટાથી પોણો ઈચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહ્યું છે નવસારીમાં ચાર નવસારી જિલ્લાના જલાલપુરમાં અઢી સુરત જિલ્લાના ઉંમરપાડા અને આણદં શહેરમાં ત્રણ ત્રણ ઈચ પાણી પડું છે. સુરતના પલસાણામાં અઢી ઈચ વરસાદ પડો છે. કંટ્રોલ મના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૧૮૨ તાલુકામાં વરસાદ થયો છે. તેમાં ૩૪ તાલુકામાં એક ઈંચ કે તેનાથી વધુ વરસાદ પડો છે.
ગુજરાત જેવી જ સ્થિતિ દેશના અનેક રાયોમાં જોવા મળે છે. મધ્યપ્રદેશમાં સાયકલોનિક સકર્યુલેશન છવાયું છે અને તેમાંથી અરબી સમુદ્રનું ઓફ શોર ટ્રફ પસાર થતું હોવાથી મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ભારે વરસાદને કારણે છેલ્લા થોડા દિવસોથી નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ ડેમ ૯૦ ટકા જેટલો ભરાઈ ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech