અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024 અત્યાર સુધી વરસાદને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ફ્લોરિડામાં વરસાદને કારણે શનિવાર સુધીની ત્રણ ગ્રુપ મેચો ધોવાઈ ગઈ હતી. હવે ટૂનર્મિેન્ટ સુપર-8માં પહોંચી ગઈ છે, પરંતુ આઈસીસીની મુસીબતો ઓછી થઈ રહી નથી. સુપર-8ની તમામ મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે, પરંતુ એક રિપોર્ટ અનુસાર આ તમામ મેચમાં પણ વરસાદ બાધા બની શકે છે. સુપર-8માં ભારત પહેલા મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે.
17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ સાથે સમાપ્ત થશે. આ પછી એક દિવસનો વિરામ રહેશે, ત્યારબાદ 19 જૂનથી સુપર-8 મેચ રમાશે. આ રાઉન્ડમાં કુલ 8 ટીમો ભાગ લેવા જઈ રહી છે જેમાંથી 7 ટીમોના નામ ક્ધફર્મ થઈ ગયા છે. જો બાંગ્લાદેશની ટીમ નેપાળ સામેની મેચ જીતશે તો તે આ રાઉન્ડમાં આઠમી ટીમ હશે. જ્યારે બાંગ્લાદેશ હારશે તો તેનો નિર્ણય શ્રીલંકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચ પર થશે. હવે સુપર-8 શરૂ થવામાં માત્ર 3 દિવસ બાકી છે.
સુપર-8માં કુલ 8 ટીમો હશે, જેને ચાર-ચારના બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમોને સેમિફાઇનલમાં સ્થાન મળશે. ગ્રુપ-એમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ છે. જ્યારે ગ્રુપ-બીમાં વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકા છે.જો સુપર-8 ગ્રૂપ પર નજર કરીએ તો ભારતીય ટીમને સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં વધારે મુશ્કેલી ન હોવી જોઈએ. ટીમ ઈન્ડિયામાટે ઓસ્ટ્રેલિયા સૌથી મોટો પડકાર સાબિત થઈ શકે છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પણ આ ગ્રુપમાં છે, પરંતુ ટીમ ઈન્ડિયાનો આ બંને ટીમો સામે સારો રેકોર્ડ છે.
સુપર-8માં કુલ 12 મેચો રમાશે, જે વેસ્ટ ઈન્ડિઝ, બાબર્ડિોસ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને એન્ટિગુઆના ચાર સ્થળોએ યોજાશે. યુકેના મેટ ડિપાર્ટમેન્ટ અને વેધર ચેનલના રિપોર્ટ અનુસાર આ તમામ મેચ દરમિયાન વરસાદનું જોખમ છે.ટી-20 વર્લ્ડ કપ્ના સુપર-8 રાઉન્ડમાં ભારત ગ્રુપ-1માં છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 20 જૂને બાબર્ડિોસમાં અફઘાનિસ્તાન સામે રમશે. આ પછી, ટીમ ઈન્ડિયાની આગામી મેચ 22 જૂને એન્ટિગુઆમાં બાંગ્લાદેશ/નેધરલેન્ડ્સ સામે થશે. ભારત આ રાઉન્ડની ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે 24 જૂને સેન્ટ લુસિયામાં રમશે.
ટૂનર્મિેન્ટની શરૂઆત પહેલા જ આઈસીસીએ સીડીંગ દ્વારા ગ્રુપથી લઈને વેન્યુ અને તારીખો સુધી બધુ ફિક્સ કરી દીધું હતું. પ્રથમ રાઉન્ડમાં ટોપ કરવાનો કોઈ ફાયદો નથી. સુપર-8માં તમામ ટીમો તેમની મેચો પૂર્વ નિર્ધિરિત ગ્રુપ, સ્થળ અને તારીખ પર જ રમશે. આમાં કોઈ ફેરફાર થશે નહીં. મતલબ કે પ્રથમ રાઉન્ડ દરમિયાન જે ગ્રુપમાંથી સુપર-8ની બે ટીમો નક્કી કરવામાં આવી છે તેની બાકીની મેચોનું કોઈ મહત્વ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech