આગામી ચાર દિવસ સુધી દેશના લગભગ તમામ રાજ્યોમાં વરસાદની શક્યતા: IMD

  • May 01, 2023 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા બે દિવસથી દેશના લગભગ તમામ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાનો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર દિવસ સુધી દેશના લગભગ તમામ રાજ્યોમાં વરસાદની સંભાવના છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.નરેશ કુમારના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એટલે કે 6.5 સેમીથી વધુ વરસાદ પડશે.




કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર સિવાય આખા દેશમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે. પશ્ચિમ અને બંગાળની ખાડીમાંથી પણ પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ હિમાલય વિસ્તારમાં મૂશળધાર વરસાદની સંભાવના છે. પૂર્વ ભારતમાં પણ વાદળછાયું વાતાવરણ છે અને અહીં 3-4 દિવસ સુધી વરસાદની શક્યતા છે. ઉત્તર પૂર્વમાં પણ આવી જ સંભાવના છે અને ત્યાં 3 દિવસ સુધી ભારે વરસાદ પડશે. વિદર્ભથી કર્ણાટક સુધી પણ વરસાદ પડશે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને વાતાવરણ ઠંડું થશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન સામાન્ય કરતા 9 થી 10 ડિગ્રી ઓછું રહેશે. 2-3 દિવસ પછી તાપમાનમાં એકાએક વધારો પણ જોવા મળશે અને તેમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે.



રાજસ્થાનના જયપુર, ભરતપુર, અજમેર, બિકાનેર અને જોધપુરના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુકવાની શક્યતા છે. જયપુરમાં કેટલીક જગ્યાએ કરા પડવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે.



શિમલામાં આગામી કેટલાક દિવસો સુધી હિમવર્ષા ચાલુ રહેશે. ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. 3500 મીટરથી વધુ ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગ ભોપાલ કેન્દ્રના જણાવ્યા અનુસાર જબલપુર, મંડલા, ડિંડોરી, ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયરમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. હવામાન વિભાગે બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application