જ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર રામાશ્રય યાદવએ જણાવ્યું હતું કે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, ડાંગ, દાદરા નગરહવેલી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, તાપી, અમરેલી, અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 39-40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. રાજ્યમાં શુક્રવારે મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech