કાલથી ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં વરસાદની આગાહી

  • November 23, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામન વિભાગના ચોપડે ઉનાળાએ સત્તાવાર વિદાય લીધી છે. પરંતુ હજુ શિયાળાની જોઈએ તેવી જમાવટ થઈ નથી. સીઝનના આ સંક્રાંતિ કાળ વચ્ચે આવતીકાલથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી ત્રણ દિવસ માટે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ કોકણ ગોવા જમ્મુ કશ્મીર સહિતના હિમાલયનો રિજીયન તામિલનાડુ કર્ણાટક પુડીચેરી કેરલા સહિત દેશના અનેક રાજ્યોમાં અને વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં કાલે ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠાની શક્યતા છે. ત્યાર પછી વરસાદનો વિસ્તાર અને વ્યાપ વધતા જશે અને અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વડોદરા સુરત ગાંધીનગર મહીસાગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દ્વારકા જામનગર મોરબી પોરબંદર કચ્છ બોટાદ જુનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓને આવરી લેશે.

કાલે અંદામાન નજીક લો પ્રેશર સર્જાશે: વાવાઝોડાની ભીતિ
આવતીકાલ તારીખ ૨૩ ના રોજ અંદામાનના દરિયામાં દક્ષિણ તરફના વિસ્તારમાં એક લો પ્રેશર સર્જાશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સિસ્ટમ તારીખ ૨૭ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થશે અને વાવાઝોડાની પણ શક્યતા છે.

ગુજરાતમાં ફરી ફૂલ ગુલાબી ઠંડી
ગુજરાતમાં ફરી ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ છે. રાજકોટમાં ૧૯.૬ અમરેલીમાં ૧૭.૪ ભાવનગરમાં ૧૮.૨ ડીસામાં ૧૭ દીવમાં ૧૮.૧ નલિયામાં ૧૫.૨ પોરબંદરમાં ૧૮.૨ સુરતમાં ૧૯.૬ અમદાવાદમાં ૧૬ વડોદરામાં ૧૬.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ઓખા દ્વારકા અને ભુજમાં લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી વધુ રહેવા પામ્યું છે. 

તા.૨૫ના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઠંડી વધશે
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તારીખ ૨૫ ના રોજ હિમાલયન રીજીયનમાં એક નવું પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઇ રહ્યું છે અને તે હિમાલયન રિજીયન ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના રાજયોને અસર કરશે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે ઠંડીનું પ્રમાણ વધશે. જમ્મુ કશ્મીરમાં અત્યારે પણ વરસાદ અને હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.હજુ આ સિસ્ટમના કારણે વધુ વરસાદ અને હિમવર્ષાની સંભાવના દર્શાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application