ગીર જંગલમાં સિંહોના મૃત્યુ રોકવા રેલવેએ 10 ટ્રેનના સમય બદલ્યા

  • October 04, 2024 09:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરના સિંહ રેલ્વે ટ્રેક પર થતા આકસ્મિક મોતને લઈને ગુજરાત હાઇકોર્ટે અવારનવાર રેલવે તંત્ર અને ગુજરાત સરકારને ફટકાર આપી છે જેના ભાગરૂપે ગીરમાંથી પસાર થતી 10 જેટલી ટ્રેનના શિડ્યુલ બદલવામાં આવ્યા છે
 રેલ્વે દ્વારા નવ જેટલા હોટસ્પોટ સુધી કાઢવામાં આવ્યા છે કે જ્યાંથી સિંહ પાટા ઓળંગી રહ્યો છે આ નિર્ણય સંખ્યાબંધ સિંહોના રેલ્વે ટ્રેક પર થઈ રહેલા મૃત્યુ બાદ હાઈકોર્ટના આદેશથી લેવામાં આવ્યો છે.
આ અંગે પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે 10 લોકલ પેસેન્જર ટ્રેઈનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેનો અમલ 7મી ઓક્ટોબરથી લાગુ પડશે. વેરાવળ- વેરાવળ, અમરેલી-જુનાગઢ અને વેરાવળ-અમરેલી. અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લ ાની મીટર ગેજ પર ચાલતી ટ્રેનોના સમયમાં આ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. દેલવાડા, દેલવાડા-જુનાગઢ, અમરેલી-
આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર મણૂક અહેમદે જણાવ્યું હતું કે કાસિયા નેસ-સાસણ અને જુનાગઢ બિલ્ખા સેક્શનની ટ્રેન નંબર 9531 દેવલાડા-જુનાગઢ, ટ્રેઈન નં-9540 જુનાગઢ -અમરેલી 20.20 કલાકે અને 20.30 કલાકે ક્રમશ: તેના નક્કી કરેલા સમયે ચાલશે. આ સુધારો મીટર ગેજમાં કરવામાં આવ્યો છે.
આ ગંભીર નિર્ણય સંખ્યાબંધ સિહોના મૃત્યુ થતાં ગુજરાત હાઈકોર્ટની ટકોરના પરિણામે રેલ્વે વિભાગે લીધો છે. 21મી જુલાઈ 2023થી 22મી જાન્યુઆરી, 2024 સુધીમાં રેલ્વે ટ્રેક પર સાત સિંહોના મૃત્યુ નોંધાયા હતા. હમણાં જ 24મી જુલાઈના રોજ એક સિંહનું અમરેલી પાસે ક્રોસિંગ કરતાં મૃત્યુ થયું હતું.
આવી સંખ્યાબંધ ઘટનાઓ પછી હાઈકોર્ટ દ્વારા ગુજરાત વનવિભાગ અને ભારતીય રેલ્વેને તાત્કાલિક અસરકારક પગલાં લેવા જણાવ્યું હતું. જેના તાત્કાલિક પગલાના ભાગ રુપે ભાવનગર ડિવિઝન દરમ્યાન પસાર થતી ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો હતો.
આ ઉપરાંત વનવિભાગ અને રેલ્વે દ્વારા 40 કિલોમીટરના વિસ્તારમાં રાત્રી પીપાવાવ- સુરેન્દ્રનગર વચ્ચે નવ જેટલા હોટ સ્પોટ શોધી કાઢ્યા છે જ્યાં સિંહો વધારે ક્રોસિંગ કરે છે. જો કે પાંચ વર્ષમાં લોકો અને પાઈલોટ દ્વારા 65 જેટલા સિંહોને બચાવી શકાયા છે. આ ઉપરાંત ભાવનગર રેલ્વે વિભાગ દ્વારા દરેક લોકો પાઈલોટને ગીરમાં પ્રવેશ સાથે જ ટ્રેઈનને ધીમે પાડવાની સૂચનાને કારણે સમયસૂચક્તાથી અનેક સિંહોને બચાવવામાં સફળતા સાંપડી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application