બે પોલીસમેન સહિત પાંચના ત્રાસથી રેલવે કર્મચારીનો આપઘાતનો પ્રયાસ

  • September 11, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના માધાપર ચોકડી નજીક વિનાયક વાટિકામાં રહેતા અને રેલવેમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા આનંદભાઈ નવલદાન બદાણી (ઉ.વ.૪૦) નામના યુવકે વાંકાનેર–મોરબી હાઇવે પર ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. યુવક પાસેથી ચાર પાનાનાની સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં રેસકોર્ષ પાર્કમાં રહેતી અને રાજકોટની રાજકુમાર સ્કૂલની શિક્ષિકા હિરલ સંજીવભાઈ બુધવાણી, પ્ર.નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રવિ મોહનભાઇ રાઠોડ, દિપક પ્રજાપતિ, મોન્ટી પરમાર(ખંભાત), મનોજ પટેલ. અને નરેશ દરજીના નામ લખ્યા હતા. તેમાં લખ્યું હતું કે આ આખી ટોળકી મળી મને ધાક ધમકી આપી પૈસાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી પગલું ભં છું. હિરલ બુધવાણી અને આ બધા તેના ભાગીદારો ફોરેકસ (શેર બજારનું) ટ્રેડિંગ કરતા હોઈ તેમાં ભાગીદારી રાખી હતી. નફો થાય ત્યારે નફો આપતા હતા અને નુકસાની જાય તો એ આપતો હતો.
પરંતુ ભાગીદારોએ નુકશાનીન બધા પૈસા મારી ઉપર નાખી દગો કરી આ પૈસાની ઉઘરાણી હિરલ બુધવાણી મારી પાસે કરતી હતી. મારી પાસે પૈસામાં ન પહોંચાતા હિરલ બુધવાણી પ્ર.નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રવિ રાઠોડને મોકલી ધાક ધમકીઓ અપાવતી હતી. તેમજ અમદાવાદ રેલવેમાં નોકરી કરતા મયુર પટેલ સાથે કોઈ આર્થિક વ્યવહાર ન હોવા છતાં પૈસાની ઉઘરાણી કરતો હતો જયારે નરેશ દરજી તેની સાથે ભાગીદારીમાં ટ્રેડિંગ કરતો હોવાથી તેને ૪.૨૦ લાખ આપ્યા હતા હવે વધુ ૨૪.૭૫ લાખની પઠાણી ઉઘરાણી કરે છે. દિપક પ્રજાપતિ અને મોન્ટી પરમાર અવાર નવાર હત્પં યાં નોકરી કં છું ત્યાં રેલવેની ઓફિસે આવે પૈસાની ઉઘરાણી કરી ધાક ધમકીઓ આપતા હતા.
હત્પં માનસિક અને આર્થિક અને વ્યકિતગત રીતે સંપૂર્ણ તૂટી ગયેલ છુંઅને મારી પાસે પૈસા પણ નથીઅને મારાખૂદના પૈસાનું પણ નુકશાન થાય છે.મને આત્મહત્યા કરાવવા માટે મજબૂર કરેલ છે.હત્પ તેને મળવા ગયેલ તો તેણીએ મને કહ્યું કે તુ મરી જા કે આત્મહત્યા કરે મને મારા પૈસા જોઈએ છે.આનદં બાદાણીએ ચાર પાનાની સ્યુસાઈડ નોટમાં અંતિમ લીટીમાં પોતાની પત્નીની માફી માગતા લખ્યું હતું કે, 'સ્નેહલબા મારી પત્ની મને માફ કરજે પણ હત્પં બહત્પ પરેશાન હતો હત્પં મજબૂર છું મરવા માટે' જય માતાજી.. જય કરણી પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી યુવકનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application