મિઠાઇ, ફરસાણ, ડેરીની દુકાનોમાં દરોડા; સેમ્પલ લેવાયા

  • October 11, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્ય સરકારના ફૂડ વિભાગના આદેશથી નવરાત્રીથી દશેરા સુધી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી ફૂડ ચેકિંગ અને સેમ્પલિંગ ડ્રાઇવ અંતર્ગત મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા 20 ડેરીફાર્મ તેમજ મિઠાઇ અને ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ત્રણ પેઢીઓને ફૂડ લાયસન્સ લેવા નોટિસ ફટકારાઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-ગાંધીનગર તરફથી રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચને મળેલ સુચના મુજબ તા.3-10-2024 થી તા.17-10-2024 સુધી ફુડ સેફ્ટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તથા તે અંતર્ગત સૂચવામાં આવેલ એસ.ઓ.પી. મુજબ નવરાત્રિ તથા દશેરાના તહેવારોને ંતર્ગત મીઠાઇ તથા દૂધની બનાવટના ઉત્પાદક તેમજ વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરીને ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ખાદ્યચીજોના કુલ 20 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ બચીસ કેન્ડીની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેન્યૂફેક્ચરિંગ ડેટ તથા યુઝ બાય ડેટ દશર્વ્યિા વગરની પડતર રહેલ માવા ફલેવરની કેન્ડી 50 નંગ (પાંચ કિલો)નો જથ્થો મળતા તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા એક્ટ મુજબ પેકિંગ કરેલ ખાદ્યચીજો પર લેબલીંગ કરવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
તદઉપરાંત ફૂડ વિભાગની ટીમ દ્વારા વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પેડક રોડ તથા કટારીયા ચોકડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 25 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં બે ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી તેમજ ખાધ્યચીજોના કુલ 47 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. ગિરિરાજ દાળ પકવાન તેમજ પ્રિન્સ બદામ શેઇક સહિતના બે એકમને લાઇસન્સ મેળવવા નોટિસ અપાઇ હતી. જ્યારે ઇઝી બેકરી, લાપીનોઝ પીઝા, વિજય સ્વીટ માર્ટ, પિંડાઝી, ભેરુનાથ આઇસ્ક્રીમ, મયુર ભજીયા, લક્ઝરી કોલ્ડ્રિંક્સ, સત્યમ દાળ પકવાન, જય જલારામ ડેરી, ન્યુ ભારત સ્વીટ માર્ટ, શ્રીનાથજી ફરસાણ, વરિયા ફરસાણ, અક્ષર ગાંઠિયા ફરસાણ, મધુર બેકરી, ચિલ્ડ હાઉસ, ભેરુનાથ નમકીન, બિગ બાઇટ, રિયલ સેન્ડવિચ, ગિરિરાજ ફૂડ કોર્ટ, જલારામ ફૂડ કોર્ટ, મટુકી રેસ્ટોરેન્ટ, ધ ગ્રેટ પંજાબી ઢાબા, બાર્બેક્યૂ કલ્ચરની ચકાસણી કરવામાં આવી હતી.

આટલા સ્થળોએથી આ મિઠાઇના સેમ્પલ લેવાયા
(1) મલાઈ કેક બરફી (લુઝ): સ્થળ- જય યોગેશ્વર ડેરી ફાર્મ, સોરઠિયાવાડી ચોક પાસે, કોઠારીયા રોડ, રાજકોટ
(2) ઓરેન્જ બરફી (લુઝ): સ્થળ- જય યોગેશ્વર ડેરી ફાર્મ, સોરઠિયાવાડી ચોક પાસે, કોઠારીયા રોડ, રાજકોટ
(3) ડ્રાયફ્રૂટ મઠ્ઠો (લુઝ): સ્થળ- શ્રી મહેશ ડેરી ફાર્મ, જલારામ ચોક, વાણિયાવાડી મેઇન રોડ, રાજકોટ
(4) મલાઈ કેક બરફી (લુઝ): સ્થળ- શ્રી મહેશ ડેરી ફાર્મ, જલારામ ચોક, વાણિયાવાડી મેઇન રોડ, રાજકોટ
(5) ડ્રાયફ્રૂટ મઠ્ઠો (લુઝ): સ્થળ- જય ધારેશ્વર ડેરી ફાર્મ, ખોડિયાર સોસાયટી મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ
(6) રસબિહાર બરફી (લુઝ): સ્થળ- શ્રધ્ધા ગુલાબ જાંબુ, સાંઈ કૃપા, શિવ હોટેલ પાસે, મહાદેવવાડી મેઇન રોડ, રાજકોટ
(7) ચોકલેટ બરફી (લુઝ): સ્થળ- શ્રધ્ધા ગુલાબ જાંબુ, સાંઈ કૃપા, શિવ હોટેલ પાસે, મહાદેવવાડી મેઇન રોડ, રાજકોટ
(8) પાઈનેપલ બરફી (લુઝ): સ્થળ- હરભોલે ડેરી ફાર્મ, મેહતા કોમ્પ્લેક્ષ, શોપ નં.04, હનુમાન મઢી, રાજકોટ.
(9) સ્પેશિયલ બરફી (લુઝ): સ્થળ- હરભોલે ડેરી ફાર્મ, મેહતા કોમ્પ્લેક્ષ, શોપ નં.04, હનુમાન મઢી, રાજકોટ.
(10) મીઠો માવો (લુઝ): સ્થળ- હરભોલે ડેરી ફાર્મ, મેહતા કોમ્પ્લેક્ષ, શોપ નં.04, હનુમાન મઢી, રાજકોટ.
(11) મીઠો માવો (લુઝ): સ્થળ- શ્રી ગેલમાં ડેરી ફાર્મ, અક્ષર હેબીટેટ શોપ નં.1 થી 3, સેટેલાઈટ ચોક, મોરબી રોડ, રાજકોટ
(12) કોકોનટ બરફી (મીઠાઇ- લુઝ): સ્થળ- શ્રી ગેલમાં ડેરી ફાર્મ, અક્ષર હેબીટેટ શોપ નં.1 થી 3, સેટેલાઈટ ચોક, મોરબી રોડ, રાજકોટ
(13) પંચરત્ન હલવો (મીઠાઇ- લુઝ): સ્થળ- જે.જે. સ્વીટ એન્ડ ડેરી ફાર્મ, સીતારામ સોસાયટી નાની ફાટક પાસે, મોરબી રોડ, રાજકોટ
(14) સંગમ બરફી (મીઠાઇ- લુઝ): સ્થળ- બાપસીતારામ ડેરી ફાર્મ, જય જવાન જય કિશાન સોસાયટી, મોરબી રોડ, જકાતનાકા, રાજકોટ
(15) ત્રિરંગા બરફી (મીઠાઇ- લુઝ): સ્થળ- બાપસીતારામ ડેરી ફાર્મ, જય જવાન જય કિશાન સોસાયટી, મોરબી રોડ, જકાતનાકા, રાજકોટ
(16) મીઠો માવો (લુઝ): સ્થળ- શ્રી રાધે ડેરી ફાર્મ, શિવમ કોમ્પ્લેક્ષ, રૈયા રોડ, રાજકોટ
(17) મેંગો બરફી (લુઝ): સ્થળ- શ્રી રાધે ડેરી ફાર્મ, શિવમ કોમ્પ્લેક્ષ, રૈયા રોડ, રાજકોટ
(18) મીઠો માવો (લુઝ): સ્થળ- મધુરમ ડેરી ફાર્મ, ન્યુ યોગીનગર યોગેશ્વર પાર્ક મેઇન રોડ, રાજકોટ.
(19) માર્શલ બરફી (મીઠાઇ- લુઝ): સ્થળ- મધુરમ ડેરી ફાર્મ, ન્યુ યોગીનગર યોગેશ્વર પાર્ક મેઇન રોડ, રાજકોટ.
(20) ગુલાબ બરફી (મીઠાઇ- લુઝ): સ્થળ- શ્રી દ્વારકાધીશ ડેરી ફાર્મ, ન્યુ પરિમલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application