જામકંડોરણા પાસે ગેરકાયદે ખનન પર દરોડા: 1.05 કરોડનો મુદ્દામાલ કબજે

  • May 10, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જામકંડોરણા તાલુકાના ઈશ્વરીયા ગામ નજીક ફોફળ નદીના પટમાંથી રેતી ચોરીના કાળા કારોબાર પર ખાણ ખનીજ વિભાગ અને પોલીસે સંયુક્તપણે દરોડા પાડ્યા હતા. પોલીસે અહીંથી રેતી ખનન કરતા વાહનો જેમાં બે લોડર, પાંચ ડમ્પરો મળી કુલ રૂપિયા 1.05 કરોડનો મુદ્દામાં ચીઝ કર્યો હતો.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકર સિંહ દ્વારા જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય જે અંતર્ગત ધોરાજી ડિવાયએસપી સીમરન ભારદ્વાજ અને રાજકોટ જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી અંકિત ભટ્ટના માર્ગદર્શન હેઠળ પોલીસ અને ખાણ ખનીજ વિભાગે સંયુક્તપણે કામગીરી કરી જામકંડોરણા તાલુકાના ઈશ્વરીયા ગામ નજીક ફોફળ નદીના પટમાં રેતી ચોરીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો.


પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમે અહીં સંયુક્ત કામગીરી દરમિયાન રેતીના ગેરકાયદેખનન કરતા વાહનો જેમાં બે લોડર પાંચ ડમ્પરો સહિત કુલ રૂપિયા 1.05 લાખનો મુદ્દામાલ સીઝ કરી જામકંડોરણા પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આ અંગે વધુ કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.


રેતી ખનનની પ્રવૃત્તિ પર પાડવામાં આવેલા દરોડાની કામગીરીમાં ધોરાજી ડીવાયએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી. જોશી,એએસઆઈ સંજયભાઈ કિહલા, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મકવાણા, પ્રદીપભાઈ બારોટ સાથે રહ્યા હતા. ઉપરાંત ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી અંકિતભાઈ ભટ્ટ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશનભાઇ રાણા, સુપરવાઇઝર સતિષભાઈ સેડવા અને યોગેશભાઈ ગઢીયા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application