કોઠારીયામાં મકાનમાં ચાલતા જુગાર ઉપર દરોડો: છ ઝડપાયા

  • December 17, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોઠારીયામાં શિવ સાગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ઉપર આજીડેમ પોલીસે દરોડો પાડી મકાન માલીક સહીત છ શખ્સોને ઝડપી લઇ રોકડ મત્તા કબ્જે કરી હતી.
કોઠારીયામાં શિવ સાગર સોસાયટી શેરી નં–૪માં આવેલા રહેણાંક મકાનમાં ભરત કાંતિભાઈ પીઠડીયા બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી તનપતીનો જુગાર રમાડી રહ્યો છે, જે ચોક્કસ બાતમી મળતા આજીડેમ પોલીસે દરોડો પાડી મકાન માલીક ભરત કાંતિભાઈ પીઠડીયા, કલ્પેશ રામજીભાઈ વિરડીયા (રહે રામ રણુજા સોસાયટી), પ્રભાત મોહનભાઇ મિયાત્રા (રહે–શિવનગર શેરી નં–૪, દોશી હોસ્પિટલ પાસે), જાદવજી જીવરામ દવે (રહે–માધવ પાર્ક, સ્વાતિ મેઈન રોડ), સહદેવસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (રહે–પપૈયાવાડી), મોકા વાસણભાઈ વીરડા (રહે–હાઉસીંગ બોર્ડ કવાર્ટર, કોઠારીયા રોડ)ને ઝડપી પાડી તમામ પાસે અને પટમાં રહેલી રોકડ મળી કુલ . ૧૦,૪૦૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application