ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટની ભાગોળે ઢાંઢીયા ગામથી અણીયારા ગામના પાટીયા તરફ વાડીમાં રાત્રીના જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૫૧,૩૦૦ નું મુદ્દામાલ કબજે કર્યેા હતો. દરોડા દરમિયાન વાડી માલિક હાજર મળી આવ્યો ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ વી.ડી.ડોડીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ જળુ, કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજાને એવી માહિતી મળી હતી કે, ઢાંઢીયા ગામમાં રહેતો મહેશ સાકરીયા અહીં ગામની સીમમાં અણીયારા ગામના પાટીયા તરફ આવેલી તેની માલિકીની વાડીમાં જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમને અહીં વાડીએ દરોડો પાડતા અહીં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા હતા. જેમાં જીતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સરવૈયા (ઉ.વ ૪૧ રહે. સ્વાતી પાર્ક બ્લોક નંબર ૫૧, કોઠારીયા રોડ), જશવંતસિંહ કરણસિંહ બેસ (ઉ.વ ૫૪ રહે. દયાનદં સરસ્વતી ટાઉનશીપ બ્લોક નંબર એક ૨૦૧), ભગવાન કરશનભાઈ ચૌહાણ (ઉ.વ ૫૧ રહે. નવાગામ બાલા હનુમાન મંદિર પાસે), કૌશિક અર્જુનભાઈ મેરજા (ઉ.વ ૪૧ રહે. શિવાલિક ટાવર લેટ નંબર ૧૦૨ મોરબી) હરપતસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ ૪૯ રહે. ગ્રીનલેન્ડ સોસાયટી શેરી નંબર ૪ રતનપર), મનીષ મોહનભાઈ આડેસરા (ઉ.વ ૪૧ રહે. કેવડાવાડી શેરી નંબર ૧૫) અને રાજેશ હરજીભાઈ ભૂત (ઉ.વ ૩૮ રહે. ચિત્રકૂટ સોસાયટી મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૫૧,૩૦૦ કબ્જે કર્યા હતા. જુગારના આ દરોડા દરમિયાન અહીં જુગાર રમાડનાર વાડી માલિક મહેશ કેશુભાઈ સાકરીયા હાથ લાગ્યો ન હોય તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જુગારના અન્ય દરોડામાં પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ પી.બી.ત્રાજીયા તથા ટીમે કોઠારીયા મેઇન રોડ પર સાંઇબાબા સર્કલ ઉત્સવ પાર્ક શેરી નંબર ૪ માં રહેતા કિશન વિઠ્ઠલભાઈ કવૈયા (ઉ.વ ૩૪) ના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા જેમાં કિસાન ઉપરાંત કરણ દીપકભાઈ ચૌહાણ, ધર્મેન્દ્ર ચંદુભાઈ ભીંડોરા, પાર્થ મનીષભાઈ બારડ અને વિવેક ઉર્ફે સંજય વિજયભાઈ ધાંધણીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૯૩,૪૦૦ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech