રાજકોટ ઉપલેટા તાલુકાના ગણોદ ગામની સીમમાં વાડીએ ચાલતા જુગારધામ પર ઉપલેટા પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા વાડીમાલિક સહિત છ શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રોકડ રૂ.૨૧,૭૫૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ઉપલેટા પોલીસ મથકના એઅસઆઇ આર.બી.ચૌહાણ, કોન્સ. મહાવિરસિંહ ડોડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.દરમિયાન એવી બાતમી મળી હતી કે, ગણોદ ગામની કમઢની સીમમાં આવેલી ભુપતભાઇ ચાવડાની વાડીએ જાહેરમાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડયો હતો. પોલીસે અહીં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં અરજણ રામભાઇ કાનગડ(રહે. ભીચરી તા. રાજકોટ), હરસુખ ઉર્ફે ટસો ભુરાભાઇ જલુ(રહે. નીલાખા તા. ઉપલેટા), પ્રવિણ ધીરૂભાઇ રાઠોડ(રહે. હેલાબેલી તા. કુતીયાણા), બહાદુર ભુરાભાઇ જલુ(રહે. વાડસણા તા. માણાવદર), અરજણ નાજાભાઇ જલુ(રહે. નીલાખા તા. ઉપલેટા) અને વાડી માલિક ભુપત જેઠુરભાઇ ચાવડા(રહે. ગણોદ તા. ઉપલેટ) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૨૧,૭૫૦ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application