ઘોડીપાસાની કલબ પર દરોડો: ૮ ઝડપાયા

  • July 26, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભીસ્તીવાડના કુખ્યાત એજાજ ઉર્ફે ટકાએ બેડીથી હડમતીયા જવાના રસ્તે વાડીવાળા પીરની દરગાહ પાસે ખરાબાની જગ્યામાં ઘોડીપાાસનો પાટલો શ કર્યેા હતો. જેના પર એલસીબી ઝોન–૧ ટીમે દરોડો પાડો હતો. પોલીસે અહીં સંચાલક એઝાઝ ઉર્ફે ટકા સહિત જુગાર રમવા આવેલા આઠ શખસોને ઝડપી લીધા હતા. યારે ત્રણ શખસો નાસી છૂટા હતા દરોડા દરમિયાન પોલીસે રોકડ પિયા ૨૫,૮૦૦ તથા ૭ વાહનો અને નવ મોબાઈલ મળી કુલ પિયા ૩ લાખ ૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પ્રાથમિક તપાસમાં છેલ્લા પખવાડિયાથી અહીં ઘોડીપાસાનો જુગાર રમતો હોવાનું માલુમ પડું હતું..
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ડીસીપી ઝોન–૧ સનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન–૧ પી.એસ.આઇ બી.વી.બોરીસાગર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ મનપગીરી ગોસ્વામી, કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને એવી માહિતી મળી હતી કે ગુજસીટોકના ગુનામાં જામીન પર મુકત થયેલ કૂખ્યાત એઝાઝ ઉર્ફે ટકો બેડી ગામથી હડમતીયા જવાના વિસ્તારમાં ઘોડીપાસાની જુગાર કલબ ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ બેડીથી હડમતીયા ગામ જવાના રસ્તે ફાટક પાસે વાડીવાળા પીરની દરગાહ નજીક જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાડી રહેલા એઝાઝ અને જુગાર રમી રહેલા સાત શખસોને ઝડપી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડ પિયા ૨૫,૮૦૦, ઘોડીપાસા તેમજ નવ મોબાઇલ અને સાત બાઇક સહિત પિયા ૩ લાખ ૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
ઝડપાયેલા શખસોમાં એઝાઝ ઉર્ફે ટકો અકબરભાઈ ખીયાણી(ઉ.વ ૪૪ રહે. ભીસ્તીવાડ), હાજી ઈસ્માઈલભાઈ જુણેજા (ઉ.વ ૪૨ શેરી નંબર ૫,૮૦ ફટ રોડ), સદામ ઉર્ફે ઈમો હત્પસેનભાઇ શેખ (ઉ.વ ૨૨ રહે. ભગવતીપરા, સુખસાગર હોલ પાછળ), યુસુફ ઉર્ફે બકરો હબીબભાઈ ઠેબા (ઉ.વ ૪૮ રહે. મોચીનગર ૨), મહેબૂબ અલારખાભાઈ અજમેરી (ઉ.વ ૪૨ રહે. મેરામબાપાની વાડી શેરી નંબર ૩), ઈમ્તિયાઝ ઉર્ફ ઠુઠો અલ્લારખાભાઈ (ઉ.વ ૩૦ ખડીયાપરા, શેરી નંબર ૨), પરેશ રમેશભાઈ ઝાલા(ઉ.વ ૩૦ રહે. વીરમાયા સોસાયટી શેરી નંબર ૨) અને તુષાર રમેશભાઈ લીડીયા (ઉ.વ ૪૩ રહે. વૈશાલીનગર–૩ મફતિયાપરા રોડ, રાજકોટ) નો સમાવેશ થાય છે.દરોડા દરમિયાન ભગવતીપરામાં રહેતો જુમો ઠેબાપોત્રા, અનિલ વેલજીભાઈ ચૌહાણ અને જાવેદ ઉર્ફે પાઇદો હત્પસેનભાઇ કુરેશી નાસી છૂટા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, અગાઉ ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે રહેલો એઝાઝ ચારેક માસ પૂર્વે જામીન પર જેલમુકત થયો હતો બાદમાં તેણે ઘોડીપાસાની અખાડો શ કર્યેા હોવાની માહિતી મળતા પોલીસની ટીમે આ દરડો પાડો હતો. આરોપીની પૂછતાછમાં પખવાડિયાથી ઘોડીપાસાનો જુગાર રમાડતો હોવાનું માલુમ પડું છે. પોલીસે આરોપીઓ સામે જુગારધારા ની કલમ હેઠળ ગુનો નોંધી નાસી ગયેલા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબીના પી.એસ.આઇ બી.વી. બોરીસાગરની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, મનપગીરી ગોસ્વામી, કોન્સ્ટેબલ રવિ રાજભાઈ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, હિતેશભાઈ પરમાર સાથે રહ્યા હતા

ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
આરોપી એઝાઝ ટકા સામે અગાઉ દુષ્કર્મ, જુગાર, રાયોટ, તોડફોડ સહિતના કુલ ૧૫ ગુના નોંધાઈ ચૂકયા છે. ભીસ્તીવાડની કુખ્યાત ગેંગ સામે ગુજસીટોક કરાઈ હતી જેમાં પણ એજાઝ સામેલ હતો. આરોપી હાજી ઈસ્માઈલ જુણેજા સામે રાજકોટ ઉપરાંત જેતપુર સીટી, જેતપુર તાલુકા, ગોંડલ સીટી ,ચોટીલા, ધોરાજી સહિતના પોલીસ સ્ટેશનમાં જુગારના ૧૩ ગુના નોંધાઇ ચૂકયા છે.યુસુફ ઉર્ફે બકરા સામે જુગારનો એક ગુનો, મહેબૂબ અજમેરી સામે જામનગરમાં દાનો, ઈમ્તિયાઝ ઉર્ફે ઠુંઠા સામે રાજકોટમાં મારામારી, ચોરી, દા સહિતના પાંચ ગુના, પરેશ સામે જુગાર, મારામારી રાયોટ સહિતના છ ગુના, તુષાર સામે દાના બે અને જાહેરનામા ભંગનો એક ગુનો નોંધાઈ ચૂકયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application