1.90 લાખની રોકડ સહિત 7 લાખના મુદામાલ સાથે પાંચ પકડાયા : લાલપુરમાં 6 પત્તાપ્રેમી પાંજરે પુરાયા : સિકકાના શાપર ગામે જુગાર રમતાં ચાર શખ્સો ઝડપાયા
જામજોધપુરના પરડવા સીમમાં માજી પ્રમુખ દ્વારા જુગારનો અખાડો ચલાવવામાં આવે છે એવી બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડીને પાંચ પત્તાપ્રેમીઓને રોકડ, મોબાઇલ અને ગાડી મળીને 7 લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા, જયારે લાલપુરના ધરારનગરમાં પાના ટીંચતા 6 પોલીસની ઝપટમાં આવ્યા હતા.
જયારે જામનગર તાલુકાના સિકકા નજીકના શાપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં ગંજીપના વડે જુગાર રમી રહેલા ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા સહિતની માલમત્તા કબ્જે કરી હતી.
જામજોધપુરના પરડવામાં રહેતા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના પતિ અને માજી પ્રમુખ દેવાભાઇ પાતા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી તિનપતીનો જુગાર રમાડે છે એવી હકીકતના આધારે સ્થાનીક પોલીસે જુગાર રમતા પરડવાના મુળુ કાના જાડેજા, ઉમીયાનગરના હિતેશ મનસુખ જોશી, જામજોધપુરના ગુલમામદ જમાલ રાવકરડા, ભાયાવદર ભાટીયા શેરીના ભાવિનકુમાર મથુરદાસ ઉદેશી, ગાયત્રી મંદિર પાસે રહેતા કાયા ભોજા મુંગાણીયા નામના શખ્સોને પકડી લીધા હતા.
તેની પાસેથી 1.90 લાખની રોકડ, ગંજીપતા, 6 મોબાઇલ અને બોલેરો કેમ્પર ગાડી મળી કુલ 7.08 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે પરડવાનો વાડી માલિક દેવા ભીમા પાતા નામનો શખ્સ નાશી છુટયો હતો.
અન્ય દરોડામાં લાલપુરના ધરારનગરમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ગોહિલવાસના દાના ઘેલા પરમાર, પાલા મુળુ ગોહિલ, ધરારનગરના કરશનદાસ કાનદાસ પરમાર, રમેશ જેઠીરામ શ્રીમાળી, પરેશ કરશનદાસ પરમાર અને વિજય પુંજા વાઘેલાને રોકડ 1540 સાથે દબોચી લીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ સિક્કા નજીકના શાપર ગામે લક્ષ્મી માતાજીના મંદિર પાસે ગલીમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલ જેન્તીભાઈ છગનભાઈ ગામી, વિક્રમસિંહ નાથુભા ચુડાસમા, મનિષ ચંપકલાલ રાવલ અને મેહુલનગરના વલ્લભભાઈ નાથાભાઈ બોડા નામના ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ 10,400 સહિતની માલમતા સિકકા પોલીસે કબ્જે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech